Deepotsav : Social Media પર વાયરલ થયો બાળકોનો વીડિયો જેમાં દીવામાંથી બાળકો કાઢી રહ્યા છે તેલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 12:53:49

અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની પૂર્વ સંધ્યા પહેલા દિપોત્સવ મનાવવામાં આવ્યો. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. લાખો દીવાડાની રોશનીથી આખી અયોધ્યા ઝળહળી ઉઠી હતી. ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે જાકમજોળ અયોધ્યામાં કરવામાં આવી હતી તે દ્રશ્યો જોઈ અનેક લોકોની આંખો પહોંળી થઈ ગઈ હશે. પરંતુ ઉજવણી બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આંખોના ખુણા ભીના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાં વપરાયેલા તેલને ભરી રહ્યા છે. દીવામાં વપરાયેલા તેલથી તે બાળકોનો પરિવાર રસોઈ બનાવશે અને પોતાનું પેટ ભરશે. 

દિવાળી ઉજવણીના હતા મનમોહક દ્રશ્યો

દિવાળીના તહેવારની ઉજવણી આપણા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પરત ફર્યા હતા તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવ્યા હતા. અને ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડા પ્રગટાવવાની પરંપરા આપણે ત્યાં શરૂ થયું તેવું માનવામાં આવે છે. અનેક વર્ષો વીતિ ગયા પરંતુ આ તહેવારની ઉજવણી તેવી જ રીતે કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટાવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી દરેક જગ્યાએ ધામધૂમથી થતી હોય છે પરંતુ અયોધ્યા ખાતે કરવામાં આવતી આ પર્વની ઉજવણી અલગ જ હોય છે. લાખો દીવડાને પ્રગટાવવામાં આવે છે. તહેવારની ઉજવણીના દ્રશ્યો એટલા મનમોહક હોય છે એમ થાય કે આ દ્રશ્યો જોતા જ રહીએ! 


બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

દિપોત્સવની ઉજવણી તો ધામધૂમથી થઈ ગઈ પરંતુ તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઈમોશનલ કરી શકે તેવા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાંથી તેલ કાઢી રહ્યા છે પોતાના ઘરે લઈ જવા. આ તેલનો ઉપયોગ કરી તેમનો પરિવાર ખાવાનું ખાશે. આ તેલથી તે બાળકોનો પરિવાર આખું વર્ષ ગુજરાન ચલાવશે!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.