ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઇને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે . ગયિકાલે CDS અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ખુબ જ લાંબી બેઠક કરી હતી . હવે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. કેમ કે પાકિસ્તાની સેના પાછલા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો છે. વાત જમ્મુ કાશ્મીરની , જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું . વિદ્યાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથેજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે , આખો દેશ આ આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં એક જ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે , " સ્પીકર સર જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુકાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી . પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નઈ કરું . હું ક્યા મોં થી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો . શું મારી આટલી સસ્તી રાજનીતિ છે. મને શું આ ૨૬ લોકોના મર્યાની આટલી ઓછી કદર છે. અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો ૨૬ લોકો માર્યા ગયા છે અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ કરીશું પરંતુ શરમ આવે છે મને કે આજે હું કેન્દ્ર સરકારને ગુહાર લાગવું ૨૬ મરી ગયા હવે સ્ટેટહુડ આપો. આ વાત કરીશું પણ આ અવસર પર નહિ . આ અવસર પર ના કોઈ રાજનીતિ , ના કોઈ વ્યાપાર , ના કોઈ સ્ટેટહુડ . કશું જ નહિ. એક જ વાત આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને ૨૬ લોકો માટે દિલથી હમદર્દી . કશું જ નહિ આજે ." આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુઅલ્લાહ ભાવુક દેખાયા હતા.
બેઉ દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઇને કરાર થયા છે . ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી. આ કરારની કિંમત છે ૬૩,૦૦૦ કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે. 4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે .