Delhi : AAP સાંસદ Swati maliwalએ કરી પોલીસ ફરિયાદ, FIRમાં ઉલ્લેખ કે મને 7 થી 8 લાફા માર્યા... જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-17 18:12:59

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ( દિલ્હીના મુખ્યમંત્રી)ના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મામલે સ્વાતી માલીવાલ દ્વારા પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે.. એફઆઈઆરમાં તેમણે કહ્યું કે તેમને 7-8 થપ્પડ મારવામાં આવી ઉપરાંત તેમને પેટ પર પણ લાત મારવામાં આવી.

 

સ્વાતી માલીવાલે મામલે ગરમાઈ રાજનીતિ

થોડા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.. પહેલા અરવિંદ કેજરીવાલને કારણે અને હવે સ્વાતી માલીવાલને કારણે.. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વાતી માલીવાલ દ્વારા મારપીટનો આરોપ વિભવ કુમાર પર લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી પણ સામે આવી છે.. આ મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.. ભાજપના અનેક નેતાઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે..

સ્વાતી માલીવાલે નોંધાવી એફઆઈઆર

એફઆઈઆર થયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસની 10 ટીમ આ મામલે તપાસ કરી રહી છે.  આજે કોર્ટમાં સ્વાતી માલીવાલ હાજર થયા હતા તેવી માહિતી સામે આવી છે. સ્વભાવિક રીતે આ મામલે અરવિંદ કેજરીવાલને સવાલ થવાના.. આ મુદ્દો અરવિંદ કેજરીવાલનો પીછો  છોડે તેવો નથી. 


જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો પ્રશ્ન...

ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.. કેજરીવાલે જવાબ આપવાનો ટાળ્યો હતો અને તેમની બદલીમાં અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ચર્ચા કરવા માટે બાકીના અનેક ગંભીર મુદ્દાઓ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મામલો ગંભીર નથી?  



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....