Delhi : AAP નેતા આતિશીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું BJPમાં સામેલ થવા માટે મળી ઓફર, સાંભળો પ્રેસ કોન્ફરન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 11:29:42

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક આરોપો લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા અંગતોના માધ્યમથી મને બીજેપીમાં સામેલ થવા ઓફર આપવામાં આવી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમના ત્યાં પણ ઈડીની તપાસ કરવામાં આવશે. આપના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈડીએ ગઈકાલે તેમનું તેમજ સૌરભ ભારદ્વાજનું નામ જાણી જોઈને લીધું..

આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા અનેક દાવા.. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક દાવા કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બીજેપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા દિવસો બાદ ઈડી તેમની ધરપકડ કરી લેશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેમના કરીબી દ્વારા તેમને બીજેપીમાં જોઈન થવા માટે ઓફર કરવામાં આવી. તેમણે કહ્યું કે જો તે બીજેપીમાં જોઈન નહીં થાય તો આગામી એક મહિનાની અંદર ઈડી તેમના ઘર પર રેડ કરશે અને તેમની ધરપકડ કરી લેશે.

 


આ ચાર નેતાઓની ધરપકડ થશે તેવી આતિશીએ કરી વાત 

તેમના કરીબીએ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીને અને તેના બધા નેતાઓને એ ખતમ કરવા માંગે છે... પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જેલમાં ગયેલા નેતાઓની વાત કરી. તેમણે કહ્યું કે આવનાર 2 મહિનાની અંદર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે.તેમાં સૌરભ ભારદ્વાજ, આતિશી, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા.    



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.