Delhiના CM Arvind Kejriwalને આ કારણોસર મળી શકે છે વચ્ચગાળાના જામીન, જાણો જામીનને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવી ટિપ્પણી?


  • Published By :
  • Published Date : 2024-05-03 18:38:58

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે... કથિત દારૂકૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તે હાલ તિહાડ જેલમાં છે.... એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે કેજરીવાલ દ્વારા જામીનની અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે સુનવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.

અરવિંદ કેજરીવાલને મળી શકે છે રાહત! 

અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીનની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીએ થોડી રાહત અનુભવી હશે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. જામીનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીને કહેવામાં આવ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચ્ચગાળાની જામીન આપવા માટે વિચાર કરી શકે છે... 


વચગાળાની જામીન આપવા કોર્ટ કરી શકે છે વિચાર 

જામીન આપવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે પરંતુ બંને પક્ષોને દલિલ માટે તૈયાર રાખવા કહ્યું છે.  મહત્વનું છે કે આ મામલે આગળની સુનાવણી મંગળવારે થવાની છે.. કોર્ટે કહ્યું કે આ મામલો લાંબો ચાલશે તો અમે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન માટે વિચાર કરીશું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.. અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં?  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે