Delhi CM Arvind Kejriwalની વધી મુશ્કેલી, નોટિસ આપવા કેજરીવાલનેના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 13:09:13

દિલ્હીના મુખ્યમંત્રીને ગઈકાલે ઈડી સમક્ષ હાજર થવાનું હતું પૂછપરછ માટે. ઈડીએ તેમને પાંચ વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ દરેક વખતે તે નોટિસને ટાળી રહ્યા હતા. ગઈકાલે તેમને હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થયા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. મીડિયા રિપોર્ટના અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને ઘરે તેમને નોટિસ આપવા માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલે એવો બીજેપી પર એવો આરોપ લગાવ્યો હતો કે બીજેપી તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા માટે તેમના ઘરે પહોંચી હતી. 

ઈડીએ પાંચ વખત કેજરીવાલને મોકલી હતી નોટિસ! 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. ઈડીએ તેમને પાંચ વખત હાજર થવા સમન્સ મોકલ્યું હતું પરંતુ એક પણ વખત તે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટીને ડર હતોકે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલે પણ નોટિસને ગેરકાયદેસર અનેક વખત ગણાવી છે. 



ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી અરવિંદ કેજરીવાલના ઘરે!

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રાઈમ બ્રાન્ચ અરવિંદ કેજરીવાલના ઘરે નોટિસ આપવા માટે પહોંચી હતી. ભાજપ પર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. 7 વિધાયકોને ખરીદવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. 


દિલ્હી પોલીસ નોટિસ આપવા માટે ગયા હતા પરંતુ..... 

મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રીને નોટિસ આપવા માટે ગઈકાલે દિલ્હી પોલીસ ગઈ હતી પરંતુ મુખ્યમંત્રી તેમને મળવા ન આવ્યા હતા. અધિકારીઓ નોટિસ લેવાની જીદ કરવા લાગ્યા જેને કારણે પોલીસ ત્યાંથી જતી રહી. ત્યારે આજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ નોટિસ આપવા માટે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ અરવિંદ કેજરીવાલને જ આપશે તે વાત પર મક્કમ છે તેવી વાત સામે આવી છે. 

ભાજપ પર અરવિંદ કેજરીવાલે લગાવ્યો હતો આરોપ! 

ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ આરોપ લગાવ્યો હતો તે તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે તેમના ધારાસભ્યોને 25 કરોડની ઓફર કરી છે અને તેમને ટિકિટ આપવાની લાલચ પણ આપી છે. ત્યારે આ વાતને લઈ નોટિસ આપવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. 



ગઈકાલે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બુથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું. ચૂંટણી પંચ દ્વારા આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર 11મી તારીખે ફરી મતદાન થવાનું છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...