Delhi: CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, જાણો સમન્સને લઈ AAPએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-19 11:14:28

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. આ છઠ્ઠી વાર હશે જ્યારે ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સની અવગણના અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આપ દ્વારા નોટિસને ગરેકાયદેસર બતાવી દેવામાં આવતી. ત્યારે આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય. ઈડીએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે જેને લઈ આપે કહ્યું કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

છઠ્ઠી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવ્યું હતું સમન્સ! 

ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે હાજર થવા અનેક વખત સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠી વખત સમન્સ જારી કર્યા હતા. 19 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED દ્વારા પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા જેની મુખ્યમંત્રીએ અવગણના કરી હતી. આ વખતે પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. 


કોર્ટના દ્વાર ઈડીએ ખખડાવ્યા હતા!

આની પહેલા ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સની વાત કરીએ તો EDએ કેજરીવાલને 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે વખતે દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા ન હતા. ત્યારે આજે છઠ્ઠી વખત પાઠવેલા સમન્સને લઈ ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવાનું હતું. મહત્વનું છે કે ઈડી દ્વારા રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વારંવાર અરવિંદ કેજરીવાલ સમન્સની અવગણના કરી રહ્યા છે તેને લઈ અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી જોડાયા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે