દિલ્હીના CM કેજરીવાલ પહોંચ્યા CBI હેડક્વાર્ટર, આપના નેતાઓના હોબાળા બાદ પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-04-16 17:09:09

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસને લઈ CBI હેડક્વાર્ટર પહોંચ્યા છે. CBI તપાસમાં જોડાતા પહેલા કેજરીવાલે કહ્યું કે તેઓ CBIના તમામ પ્રશ્નોના જવાબ ઈમાનદારીથી આપશે. કંઈ જ ખોટું કર્યું નથી, તેથી છુપાવવા જેવું પણ કંઈ નથી. કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો દેશનો વિકાસ નથી ઈચ્છતા. કેજરીવાલે રવિવારે સવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરશે.


હેડક્વાર્ટરની બહાર જડબેસલાક સુરક્ષા


સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળો સહિત 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને ચારથી વધુ લોકો એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ 144 લાગુ કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AAP કાર્યાલય અને CBI હેડક્વાર્ટરની નજીકના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે કારણ કે  AAPના કાર્યકરો અને સમર્થકો કોઈ સમસ્યા ન સર્જે તેની આશંકા છે.


AAPના નેતાઓની અટકાયત 


દિલ્હી પોલીસે CBI ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે આપના નેતાઓ CBI ઓફિસથી થોડાક મીટર દૂર આતિશી, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ, ભગવંત માન અને કુલતાર સિંહ લોધી રોડના ફૂટપાથ પર બેઠા હતા. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને અન્ય સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સીબીઆઈ હાલમાં દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.