Delhi : HighCourtએ મુખ્યમંત્રી Arvind Kejriwalને આપ્યો મોટો ઝટકો, ધરપકડને ચેલેન્જ કરતી અરજી કોર્ટે ફગાવી, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 17:41:51

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ અનેક વખત તેમને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે હાજર થયા ના હતા. ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી હતી અને કલાકો સુધી પૂછપરછ કરી અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારે દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે સુનાવણી થઈ હતી. દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત ન મળી. અને તેમને કોઈ રાહત નથી મળી.

 

ઈડીએ કરી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

હાઈકોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળ્યો છે. અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે , અને આ ધરપકડ અને રિમાન્ડને અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની આ અરજીને ફગાવી દીધી છે. અને કહ્યું છે કે આ આખો કેસ કેન્દ્ર સરકાર અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો નથી પણ ED અને કેજરીવાલ વચ્ચેનો કેસ છે. કેજરીવાલની મની લોન્ડરીગના કેસમાં ધરપકડ થઈ છે. ED પાસે પૂરતા પુરાવા છે. કોઈ પણ વ્યક્તિને કોઈ વિશેષાધિકાર નથી . તપાસ દરમ્યાન મુખ્યમંત્રીને છૂટ ના મળી શકે. જજ કાનૂનથી બંધાયેલા છે રાજનીતિથી નથી . 


શું થયું આજે કોર્ટમાં? 

આ રીતે દિલ્હી હાઈકોર્ટે માન્યું છે કે , અરવિંદ કેજરીવાલની ધરપકડથી સુપ્રીમ કોર્ટના કોઈ આદેશનું ઉલ્લંઘન થયું નથી . તેમને રિમાન્ડ પર મોકલવા તે પણ કાયદેસર છે . વધુમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તપાસ કોઈ વ્યક્તિની મરજી મુજબ ના ચાલે . આ પછી EDએ કહ્યું કે, અરજીકર્તા એટલે કે અરવિંદ કેજરીવાલ આ આખા કેસમાં સામેલ છે , કેટલાય નિવેદનો નોંધવામાં આવેલા છે. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે સરકારી સબુતો પર સવાલો ઉભા કર્યા છે . આની પર દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે , aprovarનું નિવેદન ED નહીં કોર્ટ લખે છે.  અને જો તમે સવાલ ઉઠાવો છો તો જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો . ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ આવે છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.