દિલ્હીમાં G20 સમિટ પહેલા દેશનું નામ બદનામ કરવાનો પ્રયાસ થયો છે. 5થી વધુ મેટ્રો સ્ટેશનો પર 'દિલ્હી બનેગા ખાલિસ્તાન' અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ' લખવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસે કહ્યું કે G20 સમિટ પહેલા શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ દિલ્હી મેટ્રો સ્ટેશનના ફૂટેજ જાહેર કર્યા છે. તેમાં ખાલિસ્તાન સમર્થક નારા લખેલા છે. SFJ કાર્યકર્તાઓ દિલ્હીના શિવાજી પાર્કથી પંજાબી બાગ સુધીના કેટલાક મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.






.jpg)








