Delhi Water Crisis : જળસંકટને લઈ આપ નેતા અતિશીના ઉપવાસ, એક એક બુંદ માટે લોકો તરસે અને બીજી તરફ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 19:11:00

દિલ્હીમાં અત્યારે જળ સંકટ ચાલી રહ્યું છે. પાણીના એક એક ટીપાં માટે લોકો તરસી રહ્યા છે દિલ્હીમાં સરકાર આમ આદમી પાર્ટીની છે અને કોર્પોરેશનમાં પણ સરકાર aapની છે. લોકોને પાણી મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતા ઉપવાસ પર બેઠા છે. શું એ લોકો પોતાની સામે જ ધરણા પર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે?

અલગ અલગ રાજ્યોમાંથી દિલ્હીમાં આવી રહ્યું છે પાણી 

ઉનાળાના સમયમાં પાણીની ખેંચ પડતી હોય છે. જેને પાણી આસાનીથી મળી રહે છે તેને પાણીની કિંમત નથી હોતી પરંતુ પાણીની કિંમત શું છે તે લોકો સમજાવી શકશે જે પાણીની એક બુંદ માટે તરસે છે. દિલ્હીમાં જળ સંકટ ચરમસીમા પર છે. દિલ્હીમાં પાણીનો સપલાય મળે તે માટે દેશના અનેક રાજ્યોમાંથી પાણી મોકલવામાં આવી રહ્યું છે. દિલ્હીની પાણીની જરૂરિયાત હરિયાણા સરકાર યમુના નદીમાંથી, ઉત્તર પ્રદેશ સરકાર ગંગા નદીમાંથી અને પંજાબ સરકાર ભાકરા નાંગલ ડેમના પાણીથી પૂરી કરે છે. 



દિલ્હીના જળમંત્રી આતિશી ભૂખ હડતાળ પર બેઠા છે!

2023ના અહેવાલ મુજબ, દિલ્હીને યમુનામાંથી દરરોજ 389 મિલિયન ગેલન, ગંગા નદીમાંથી 253 મિલિયન ગેલન અને ભાકરા-નાંગલ (રાવી-બિયાસ નદી)માંથી 221 મિલિયન ગેલન પાણી મળતું હતું. પણ અત્યારે પાણીની કમી થઈ ત્યારે આપના નેતા એટલે દિલ્હી સરકાર એ આક્ષેપ કેરે છે કે હરિયાણાથી જે પાણી મળવાનું હતું એ નથી મળ્યું અને એટલેજ નેતાઓ ધરણા પર બેઠા છે દિલ્હીના જળ મંત્રી આતિશી હરિયાણામાંથી દરરોજ 100 મિલિયન ગેલન પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર છે. હડતાળ શરૂ કરતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 



આતિશીનો આરોપ છે કે... 

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા, AAP સાંસદ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે હાજર હતા. આતિશી દક્ષિણ દિલ્હીના ભોગલમાં ભૂખ હડતાળ પર છે. તેમનો આરોપ છે કે તમામ પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હીના પાણીનો સંપૂર્ણ હિસ્સો છોડતી નથી. સાથે જ આ હડતાળમાં સંજય સિંહ પણ બેઠા છે તેમનું કહવું છે કે આ સખત ગરમીમાં પશુ-પક્ષીઓ માટે ધાબા પર પાણી રાખીએ છીએ. પાણીની પરબ  માણસો માટે ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો એટલા ક્રૂર છે કે તેઓ દિલ્હીની જનતાને પાણીના એક-એક ટીપા માટે તરસાવી રહ્યા છે.આતિશીએ તેમની હડતાલને જળ સત્યાગ્રહ ગણાવ્યું છે. 



શું છે દિલ્હીમાં જળસંકટના કારણો? 

દિલ્હીમાં જળ સંકટના બે કારણો છે - ગરમી અને પડોશી રાજ્યો પર નિર્ભરતા. દિલ્હી પાસે પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી. તે પાણી માટે પડોશી રાજ્યો પર નિર્ભર છે. દિલ્હી જલ બોર્ડ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં દરરોજ 321 મિલિયન ગેલન પાણીની અછત છે.એટલે લોકો તડપી રહ્યા છે પણ એવું નથી કે દિલ્હી સરકારને અચાનક ખબર પડી કે પાણીની કમી થશે અરવિંદ કેજરીવાલ જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે પણ તેમણે આ વાત કરી હતી. જો કે વધારે ખરાબ વાત એ છે કે ત્યાં માણસો એક એક ટીપું પાણી માટે તરસે છે અને કેન્દ્ર સરકાર પ્રદર્શન રોકવા એમના પર જ પાણી છાંટી રહી છે..! હવે દિલ્લી સરકાર આ ધરણામાં કેટલી સફળ થાય છે એ સમય બતાવશે .....



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.