ડિલિવરી બોયે કર્યો યુવતી પર હુમલો! મહેસાણામાં રસીદ માટે થયેલી બોલાચાલીએ લીધું ઝપાઝપીનું રૂપ! જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-25 11:51:44

અનેક વસ્તુઓ લોકો ઓનલાઈન મંગાવતા હોય છે. નાની વસ્તુથી લઈ મોટી વસ્તુ લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એમેઝોનના ડિલીવરી બોયે રસીદને લઈ ગ્રાહક જોડે રકઝક કરી હતી. મામલો એટલો બધો ઉગ્ર બન્યો કે ડિલિવરી બોયે મહિલાનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલાને બચાવવા માટે તેના પિતા વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ ધક્કો મારી દીધો હતો જેને કારણે તેમને પણ ઈજા પહોંચી હતી. આ મામલાને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ કરવાનો ગુન્હો આ મામલે દાખલ કરવામાં આવ્યો છે. 


ડિલિવરી બોયે યુવતીનું દબાવ્યું ગળું!

ઓનલાઈન શોપિંગનો કેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે. ઘરે બેઠા બેઠા સામાન મળી જાય તે માટે લોકો આ સુવિધાનો લાભ લેતા હોય છે. અનેક વખત ઓનલાઈન મંગાવેલી વસ્તુમાં ગડબડ થતી હોય છે. મંગાવ્યું કઈ હોય અને નીકળે કંઈક એવા કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવ્યા છે. ત્યારે આજે વાત સામાનની ડિલીવરી કરવા આવતા ડિલિવરી બોય વિશે કરવી છે. કોઈ ડિલિવરી બોય સારા હોય છે તો કોઈ ડિલિવરી બોય સારા નથી પણ હોતા. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિલિવરી બોયે યુવતીનું ગળું દબાવી મારવાનો પ્રયાસ કર્યો છે.


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાની કૃષ્ણ પાર્ક સોસાટીની છે. ત્યારે યુવતીએ ઓનલાઈન લેપટોપ બેગનો ઓર્ડર કર્યો હતો. જ્યારે પાર્સલ આપવા માટે ડિલિવરી બોય આવ્યો ત્યારે રસીદ બાબતે યુવતી સાથે રકઝક થઈ હતી. જે દરમિયાન ડિલિવરી બોય એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે યુવતીનું ગળું દબાવી દીધું. 40 રુપિયાની રસીદ માગતા આ મામલો ગરમાયો હતો. યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ માર માર્યો હતો. આ ઝપાઝપીમાં પિતા પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ડિલિવરી બોય સામે ફરિયાદ નોંધી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.