મહીસાગરના બાલાસિનોરમાં શિક્ષિકાની છેડતીના મામલે DEOએ આપ્યો તપાસનો આદેશ, આચાર્ય સામે નોંધાઇ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 20:22:01

રાજ્યની શાળાઓમાં વિદ્યાદાન કરતા શિક્ષકો અને શિક્ષિકાઓનું ચારિત્ર્યનું સ્તર કથળી રહ્યું છે. મહીસાગરમાં ફરી એક ગુરુનું કાળું કરતૂત આવી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષીકાની છેડતી કરી હોવાના અહેવાલ બાદ આ કિસ્સાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. શિક્ષિકાની છેડતી કરનારા આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ જ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.


લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહીની માગ


મહીસાગર જિલ્લાના બાલાસિનોરની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતી નો આરોપ લાગ્યો હતો. હવે આ મામલે બાલાસિનોર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયૅવાહી હાથ ધરી છે. તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી. શાળાના જ આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હોવાના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને છેડતીની સમગ્ર તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે