Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava સાથે જમાવટની ટીમે કર્યો સંવાદ, જાણો શું છે ચૈતર વસાવાનું વિઝન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 17:46:24

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન થવાને કારણે કોંગ્રસના નેતાઓ આપ ઉમેદવારના સમર્થનમાં દેખાય છે તો આપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં દેખાય છે.. જમાવટની ઈલેક્શન યાત્રા ભરૂચ લોકસભા બેઠક પહોંચી હતી અને  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે વાત કરી હતી. 

મનસુખ વસાવા માટે ચૈતર વસાવાએ કહ્યું કે.. 

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે..  ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે...જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી અને તે કયા વિઝન સાથે આગળ વધશે તેની વાત કરી હતી.. મનસુખ વસાવાને લઈ તેમણે વાત કરી હતી. નિવેદન આપતા તેમણે કહ્યું કે સામે મનસુખ દાદા છે અમને તો ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા...


જો ચૈતર વસાવા સાંસદ બનશે તો તે શું કામ કરશે? 

વધુમાં તેમણે કહ્યું કે લોકો ખુદ આ વખતે ઈન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે મનસુખ દાદાને લોકો આરામ આપશે અને મને તક આપશે.. યુવાનો માટે ચૈતર વસાવા શું કામ કરશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને કાયમી રોજગાર મળે તે માટે તેઓ પ્રયાસ કરશે... તે ઉપરાંત મફત શિક્ષણ સારૂં મળે એ પણ અમે પ્રયત્ન કરીશું.. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરે છે.. એટલે પૂરો વિશ્વાસ છે કે અમારી મહેનત અને લોકોનું સમર્થન એટલું મળી રહ્યું છે કે અમે સારા એવા માર્જીનથી જીતી જઈશું.. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે? 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....