અનેક રજૂઆતો કરવા છતાં પણ શિક્ષકોની સમસ્યાનો ન આવ્યો ઉકેલ, કાળા કપડા પહેરીને અનુદાનિત શાળાના કર્મચારી અને 60 હજારથી વધુ શિક્ષકો કરશે વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-17 16:29:11

આપણી સંસ્કૃતિ જેનો આપણે ગર્વ લઈએ છે એમાં ગુરુનું સ્થાન મહત્વનું છે, એક સમયે રાજા પણ ગુરુ અને આચાર્યો સામે દંડવત થઈ જતા હતા એ ગુરુ અલગ હતા અને અત્યારના ગુરુની પરિસ્થિતિ અલગ છે. અત્યારના ગુરુને ગુરુ હોવા માટે પણ લડવું પડી રહ્યું છે. ગુજરાતમાં આજથી 24 ઓગસ્ટ સુધી 7 હજારથી વધુ અનુદાનિત શાળાના કર્મચારી અને 60 હજારથી વધુ શિક્ષકો કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવી રહ્યા છે.


24 ઓગસ્ટ સુધી શિક્ષકો નોંધાવવાના છે વિરોધ 

ગુજરાતની 7 હજારથી વધુ અનુદાનિત શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ક્લાર્ક સહિતના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને આજથી 24 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન કરવાના છે. 60 હજાર શિક્ષકો પોતાની જવાબદારીનું ભાન રાખીને શૈક્ષણિક કાર્ય સાથે વિરોધ પ્રદર્શન કરવાના છે. તેમની અમુક માગણીઓ છે કે અનુદાનિત શાળાના કર્મચારીઓના પડતર પ્રશ્નો સાંભળી શિક્ષકો, ગ્રંથપાલો, ક્લાર્ક, પટ્ટાવાળા અને આચાર્યની કાયમી ભરતી કરવામાં આવે.


સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સરકારી ઠરાવ અનુસાર કરવામાં આવે 

આ સિવાય તેમની માગણી છે કે સરકારના ઠરાવનો અમલ તો 1965માં થયેલ છે પણ હજુય પાલન નથી થતું તે આચાર્ય માટેના લાભોને આપવામાં આવે. એટલે કે આચાર્ય શિક્ષક બને તો તેમને પગાર વધારો આપવામાં આવે. અનુદાનિત શાળાના કર્મચારીઓની માગ છે કે સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સરકારી ઠરાવ અનુસાર તેમને મળવો જોઈએ. સરકારે અનુદાનિત શાળામાં અમુક જ ભરતી કરી છે તો જે ભરતી સરકારે પોતાની હેઠળ નથી લીધી તે ક્લાર્ક, પટ્ટાવાળા, ગ્રંથપાલ વગેરેની ભરતી સમિતિ કરે તેવી છૂટ મળે. આ સિવાય અનુદાનિત શાળાની માગણી છે કે ચાર વર્ગોએ એક ખેલ સહાયક આપવામાં આવે. 


ઉદાહરણથી સમજો શું છે શિક્ષકોની વાત

આ તો અત્યારની માગણી થઈ ગઈ પણ શું તમને ખબર છે અનુદાનિત શાળામાં શાળા સંચાલક મંડળો શું કાંડ કરે છે? એ લોકો સરકારી શિક્ષકો પાસેથી પૈસા લે છે. જે શિક્ષક સરકારી પરીક્ષા પાસ કરીને પોતાની લાયકાત સાબિત કરીને શાળામાં આવ્યો છે તેને પણ પૈસા આપવા માટે મજબૂર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો રામ નામના એક શિક્ષકે સરકારી પરીક્ષા પાસ કરી અને તેને શાળામાં નોકરી મળી ગઈ. પણ હવે જે શાળામાં નોકરી મળી છે તે અનુદાનિત શાળા છે. ચાલો રામ ત્યાં જતા પણ રહ્યા પણ હવે થાય છે એવું કે શાળા સંચાલક મંડળો તેમની પાસેથી રૂપિયા માગે છે એ પણ હજારોમાં નહીં લાખો રૂપિયા માગવામાં આવે છે. 


હવે તમને થશે તો શાળા સંચાલકો માગે તો તેમને ન આપવા જોઈએ શિક્ષકોએ રૂપિયા. પણ એટલું સહેલું નથી તમને મહિસાગરનું એક ઉદાહરણ આપું છું. મહીસાગરના એક શિક્ષિકા પાસેથી શાળા સંચાલક મંડળે રૂપિયા માગ્યા હતા પણ તેણે ના પાડી દીધી હતી કે હું રૂપિયા નહીં આપું. અત્યારે આટલા સમય બાદ પણ તેમની બઢતી કે પગાર વધારો વગેરે બધુ અટકેલું પડ્યું છે. તેમણે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી કે મારી સાથે આવું થયું છે હું સરકારી શિક્ષક છું તો પણ. તો તેમને જવાબ મળ્યો કે એમાં તો અમેં શું કરી શકીએ. માની લો કે તમે ગરીબ પરિવારમાંથી આવો છો અને તમે રૂપિયા આપવા માટે સક્ષમ નથી તો એના માટે શાળા સંચાલક મંડળો હપ્તાની પણ સુવિધા કરી આપે છે કે તમે હપ્તે અમને રૂપિયા આપો પણ રૂપિયા તો તમારે આપવા જ પડશે. 


સરકાર પાસેથી શિક્ષકોએ કરી આ માગ 

આ તો અમે એક વાત કરી જે ગુજરાતમાં ચાલી રહી છે આવી તો અનેક બાબતો છે જે ચાલી રહી છે તેનું સમાધાન પણ કંઈ નથી જ્યારે સરકારના જ શિક્ષકો સરકાર પાસે માગ કરે છે તો સરકાર જ ઉંચા હાથ કરી દે છે. આવું છે બધુ હવે અમારી પાસે તો સત્તા છે કે અમે માહિતી પહોંચાડી શકીએ છીએ અને બધું તમારી સામે ખુલ્લું પાડીને રાખી શકીએ છીએ. કામ કરવું કે નહીં સફાઈ કરવી કે નહીં એ તો હવે જેના હાથમાં છે એને જોવાનું છે




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે