બેરોજગારી દિવસ કાર્યક્રમ માટે ભેગા થયેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:25:28

યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન 

આજે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ના જન્મદિવસ છે ત્યારે યુથ કોગ્રેસ અને NSUI બેરોજગાર દિવસ તરીકે ઉજવે છે આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ઉજવી કાર્યક્રમ NSUI અને યુથ કોંગ્રેસ  દ્વારા રાખવામાં આવ્યો. એલ.જી હોસ્પિટલ પાસે NSUI દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવા માટે NSUIના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતા અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી.


યુવાનોની લાગણી 

"વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા"  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે