રાજકોટમાં જે ઘટના બની તેને લઈ જમાવટની ટીમે અનેક પત્રકારો સાથે વાત કરી, કેમ આટલા સમય સુધી કોઈ પગલા લેવામાં ના આવ્યા તે સહિતના સવાલો પૂછવામાં આવ્યા. તંત્ર પર સવાલ અનેક વખત ઉઠ્યા, સિસ્ટમની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા. અધિકારીઓ પર પણ સવાલ ઉઠ્યા.. અનેક એવા આઈપીએસ આઈએએસ અધિકારીઓ એવા હશે જેમની પાસે કહેવા માટે સંઘર્ષની કહાણી હશે. સિસ્ટમને બદલવાની આતુરતા હશે પરંતુ તે જ વ્યક્તિ જ્યારે અધિકારી બની સિસ્ટમમાં આવે છે ત્યારે તેણે બદલાવનું સપનું જોયું હતું તે ક્યાંય ભૂલાઈ જાય છે અને સિસ્ટમના રંગમાં રંગાઈ જાય છે.
જનતા બહુ જલ્દી ભૂલી જાય છે...!
ત્યારે સિસ્ટમ કેવી રીતે ચાલે છે તે જાણવા જમાવટની ટીમે Shailesh sagarpariyaનો સંપર્ક કર્યો હતો અને આ જાણવાની કોશિશ કરી હતી. વાતચીત દરમિયાન પૂર્વ અધિકારી દ્વારા જે વાત કરવામાં આવી તે વિચારવા જેવી છે. અનેક લોકોને ખોટું લાગશે તેવું કહી પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે આમાં જનતાનો વાંક છે.. જનતા બહુ જલ્દી ભૂલી જાય છે, કોઈ પણ ઘટના બની હોય ત્યારે થોડા સમય સુધી લોકો યાદ રાખે છે પરંતુ થોડા સમય બાદ લોકો ભૂલી જાય છે.. લોકોને જલ્દી ભૂલવાની બિમારી થઈ ગઈ હોય તેવો તેમનો કહેવાનો મતલબ હતો. જનતામાં જાગૃતિનો અભાવ છે જેને કારણે અધિકારીઓને લાગે છે કે તે મનફાવે તેમ કરી શકે છે. જો જનતા જાગૃત બને તો અધિકારીઓ પર પ્રેશર બને અને તે વ્યવસ્થિત કામ કરે..
સિસ્ટમને બદલવાની ઈચ્છા રાખતા અધિકારીઓ જ...
જ્યારે સિસ્ટમમાં આવ્યા પછી તેમને સિસ્ટમની અસર લાગી જતી હોય છે. સિસ્ટમને ચેન્જ કરવાના ઈરાદાથી નિકળેલા અધિકારીઓ પોતે સિસ્ટમમાં આવ્યા પછી તે તે જ સિસ્ટમનો ભાગ બની જાય છે.. ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમારી આસપાસનું વાતાવરણ છે તે વ્યક્તિ પર ઘણી અસર કરે છે. પાવર છે ને તે હંમેશા વ્યક્તિને બગાડે છે જો તેનો સાચો પ્રયોગ ના કરવામાં આવે.. જો તે પાવરને સંભાળી ના શકે તો.. તેમણે કહ્યું કે બધે જ આવું નથી.. બધા જ અધિકારીઓ એવા નથી હોતા જે સિસ્ટમના રંગમાં રંગાઈ ગયા હોય.. અનેક એવા અધિકારીઓ એવા છે જે દિવસ રાત મહેનત કરે છે કોઈ પણ સ્વાર્થ વગર.. પરંતુ અનેક અધિકારીઓ એવા છે જે પૈસા વગર કામ પણ નથી કરતા.. તેમણે બે કારણો પણ આપ્યા..
લોકોએ મજબૂતાઈથી ઉઠાવવા પડશે મુદ્દાઓ
અનેક એવા પરિવારો છે જે ન્યાયની ઝંખના કરી રહ્યા છે.. એ પછી તક્ષશીલા અગ્નિકાંડમાં ભોગ બનેલો પરિવાર હોય કે પછી મોરબીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો પરિવાર હોય.. ન્યાયની આશા લોકોએ છોડી દીધી હોય તેવું લાગે છે જ્યારે તે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્યારે લોકો ન્યાય માટે બોલવાનું બંધ કરી દેશે તો પરિસ્થિતિ અલગ થશે. પરંતુ ધીમે ધીમે લોકોએ બોલવાની શરૂઆત કરી દીધી છે.. તેમણે કહ્યું કે પહેલા કરતા લોકોમાં આક્રોશ વધી ગયો છે.. સહનકરવાની શક્તિ ઓછી થઈ છે જેને કારણે લોકો હવે બોલી રહ્યા છે. જ્યારે આ રોષ બહાર આવે ત્યારે વહીવટી તંત્રને પરિસ્થિતિ સાચવવી ઘણી અઘરી પડતી હોય છે.. ન્યાયમાં ભલે મોડું થાય પરંતુ બોલવાનું બંધ કરી દેવાની બદલીમાં લોકોએ પોતાનો અવાજ મજબૂતીથી ઉઠાવવો પડશે.. તેમણે કહ્યું કે વારેવારે બ્હેરા કાનમાં આ અવાજ સંભળાવવાને કારણે ફેર પડશે..
                            
                            





.jpg)








