Devanshi Joshiએ સમજાવ્યું 'તેજ'ની ગંભીરતા વિશે! વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-20 10:47:58

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ચોમાસાએ સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પહેલા આગાહી હતી કે મેચ દરમિયાન વરસાદ આવશે પરંતુ છેલ્લી ઘડીએ આગાહીમાં બદલાવ આવ્યો અને વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી. તે બાદ આગાહી કરવામાં આવી કે  16-17 તારીખો દરમિયાન વરસાદ આવશે જે નવરાત્રીની મજા બગાડશે. પરંતુ આ તારીખો દરમિયાન પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ચક્રવાત આવશે તેવી આગાહી, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી!

નવરાત્રી દરમિયાન ન માત્ર વરસાદ પરંતુ બિપોરજોય જેવું ગંભીર વાવાઝોડું આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું 'તેજ' આવશે તેવી આગાહી સાંભળતા જ ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે 'અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’


અંબાલાલ કાકાએ જણાવ્યું સિસ્ટમ કયા દિવસે વધુ સક્રિય થશે!

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જાય તેવી સૂચના આપવામાં આવી છે. એવું પણ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે કે કેમ તે કહેવું હાલ વહેલું પડશે. તે ઉપરાંત વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 'અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનશે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત બનશે. વાવાઝોડાને કારણે પવનની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણ પર આની અસર થશે તેવી આગાહી છે. વાવાઝોડાને કારણે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવતું હતું. 



મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. એ ખેતરમાં મહેનત કરે છે તેના કારણ કે જ આપણી થાળીમાં અન્ન પહોંચે છે. ત્યારે સાહિત્યના સમીપમાં ખેડૂતોને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...