Devanshi Joshi એવા આશ્રય આશ્રમ પહોંચ્યા જ્યાં રખાય છે ઘરથી વિહોણા થયેલા લોકોને, કરાય છે સેવા...! સ્ટોરી વાંચી, સાંભળી ભાવુક થઈ જશો..


  • Published By :
  • Published Date : 2024-05-15 16:21:23

અનેક સંસ્થાઓ, અનેક એવા આશ્રમો હોય છે જ્યાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવતો હોય છે.. જે લોકો ઘરમાં રહેતા હોય છે તે લોકો અનેક વખત પરિવારના સભ્યો સાથે અબોલા કરી લેતા હોય છે, નાની નાની વાત પર ઝઘડા કરી લેતા હોય છે... માતા પિતા સાથે તોછડાયું વર્તન કરતા હોય છે ત્યારે તેવા લોકોએ આવા આશ્રય સ્થાનની મુલાકાત લેવી જોઈએ.. સમાજની, પરિવારના મહત્વની ખરી વાસ્તવિક્તા ખબર પડી જાય..! 


જમાવટની ટીમ પહોંચી હતી એવી જગ્યાએ જ્યાં... 

જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે... એ લોકોને સમજાવવામાં આવે છે કે સમાજ કેવી રીતે ચાલે છે, રમત સાથે તેમને જ્ઞાન આપવાની કોશિશ કરવામાં આવે છે.. લોકોને સાચવવામાં આવે છે.. જે આશ્રય સેન્ટરની મુલાકાત લીધી ત્યાં 50થી વધારે લોકોને રાખવામાં આવ્યા હતા.. 



કોઈ ફરવાના શોખીન હતા તો કોઈ પુસ્તકો વાંચવાના. 

ત્યાં રહેતા લોકો સાથે દેવાંશી જોશીએ વાત કરી.. ત્યાં હાજર લોકોમાં એક વ્યક્તિ એવો હતો જે બીજા લોકોની મદદ કરતો હતો.. જેમને જમતા ના ફાવતું હોય તેમને જમાડે, મદદ કરે છે.. બધા પોતપોતાની રીતે મદદ કરે છે... એક કાકા જે મળ્યા તેમનો પરિવાર હતો પરંતુ તેમના પત્ની તેમને છોડીને જતા રહ્યા જેનો તેમને આઘાત લાગ્યો હતો.. દાદાને ફરવાનો શોખ હતો.. બીજા એક વ્યક્તિ સાથે વાત કરી તે પુસ્તકાલયમાં રહેતા હતા.. અલગ અલગ પુસ્તકો તે વાંચતા હતા. તેમણે કહ્યું કે વાંચવાથી જ્ઞાન મળે છે... અનેક લોકો એવા હતા જે સમજી બધુ શક્તા હતા પરંતુ તે બોલી શક્તા ના હતા.. 


આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ જણાવતા કહ્યું કે

ત્યાં હાજર એક કાકાએ શંકર ભગવાનનું ભજન ગાયું.. તે સિવાય અનેક લોકો ગરબે ઘુમ્યા. કોઈ બે મહિનાથી અહીંયા રહેતા હતા તો કોઈ એક વર્ષથી રહેતા હતા.. અનેક લોકો એવા હતા જે આઘાતમાંથી બહાર નતા આવી શક્યા. એકલા એકલા બોલતા રહેતા.. જેમને આ કરવાની પ્રેરણા મળી તે પોતે પણ શારિરીક તકલીફ હતી.. શારિરીક તકલીફ હતી પરંતુ તેમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો જેને કારણે તે આનાથી બહાર આવી શક્યા.. તે બાદ તેમને દિવ્યાંગો માટે કામ કરવાની પ્રેરણા થઈ અને તેમણે આ સંસ્થાની સ્થાપના કરી. 



અનેક લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન 

માનસિક રીતે ચેલેન્જ લોકોને આશ્રય મળે તે માટે તેમણે સંસ્થાની સ્થાપના કરી. માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આ સંસ્થા કામ કરે છે અને તેમની સારવાર કરાવે છે.. સારવાર બાદ જો પરિવારનું સરનામું મળે તો તેમનું પુન: સ્થાપન કરાવવામાં આવે છે... 135થી વધુ લોકોને પુન સ્થાપિત કરવામાં આવ્યા છે.. અનેક એવા કિસ્સાઓ તેમણે કહ્યા જેમાં ઘરથી વિખુટો પડેલો વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વર્ષો પછી મળે છે... 



અનેક લોકો એવા હોય છે આવા લોકોને જોડે નથી રાખવા માગતા...

ઈશ્વરે તેમને સારા કામ કરાવવા માટે તેમને નિમિત્ત બનાવ્યા છે તેવી વાત તેમણે કરી હતી. એ પ્રશ્ન જ્યારે પૂછ્યો કે માણસ સ્વસ્થ થઈ જાય, પરિવારનું સરનામું પણ મળી જાય અને પરિવાર તેમનો સ્વીકાર ના કરે તો? અનેક પરિવાર એવા હોય છે જે આવા માનસિક રીતે ચેલેન્જ લોકોને સ્વીકારવા તૈયાર નથી હોતા.. સમાજનો એક હિસ્સો એવો છે જે આવા લોકોને સ્વીકારે છે, અનેક લોકોને પુન સ્થાપિત કર્યા છે તો એક હિસ્સો એવો પણ છે જે પોતાના જ પરિવારના સભ્યોને સ્વીકારવા તૈયાર નથી...  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"