9 વર્ષની દેવાંશીએ સંયમનો માર્ગ અપનાવ્યો, હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-18 15:29:45

સુરતમાં 9 વર્ષની દેવાંશીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં દેવાંશીના દીક્ષા મહોત્સવમાં 35 હજારથી પણ વધુ લોકો ઉમટ્યા હતા. 14મી જાન્યુઆરીથી દેવાંશીનો દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો. દેવાંશીને જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજે તેને દીક્ષા અપાવી હતી. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે.

વરસીદાન વરઘોડામાં દેવાંશી સાથે પિતા ધનેશભાઈ અને માતા અમીબેન.

અતિભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યા લોકો


દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. આ ભવ્ય દીક્ષા મહોત્સવમાં 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દેવાંશીની ખૂબ જ વાજતે ગાજતે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. લોકો માટે રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મહેમાનોના જમવાની પણ વ્યવસ્થા હતી. 9 વર્ષની દેવાંશીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં શરૂ થયો હતો. જેમાં ગઈકાલે અઠવા ગેટ ચોપાટી પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી અને વરઘોડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં હાથી, ઘોડા તથા ઊંટ ઉપરાંત ઢોલ અને નગારા સહિત સંગીતના સૂરોની રેલમછેલ હતી.




હિરાના વેપારીની પૌત્રી છે દેવાંશી


દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી 5 ભાષાની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે.  દેવાંશીએ બે વર્ષે જ ઉપવાસ, 6 વર્ષે વિહાર અને 7મા વર્ષે પૌષધ કર્યા હતા. ઉપરાંત તેણે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો કે ટીવી પણ નથી જોયું. માત્ર 9 વર્ષની ઉંમરે જ તેણે 367 દીક્ષાના દર્શન કર્યા છે અને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો પણ તેને કંઠસ્થ છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેવાંશીના પિતા ધનેશ સંઘવીની  કંપનીની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.



જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...