જામીન મળતા જ દેવાયત ખવડે લોકડાયરામાં ફરી જમાવટ કરી, જો કે તેમના આ નિવેદને વિવાદ સર્જ્યો


  • Published By :
  • Published Date : 2023-03-06 13:34:20

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ફરી સક્રિય થયા છે. તેઓ ગઈકાલ રાતે ભાવનગરના પાલિતાણામાં આયોજીત એક લોકડાયરામાં પહોંચ્યા હતા લોકડાયરામાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક કલાક સુધી તેમણે લોકસંગીતની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખાવડના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ કર્યો હતો. જો કે દેવાયતે આ દરમિયાન એક નિવેદન કરી ફરી વિવાદને આમંત્રણ આપ્યું છે.


શું બોલ્યા દેવાયત ખવડ? 


પાલિતાણામાં આવેલા કોલંબા ધામ કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી  કહ્યું કે, જેલમાં નીકળ્યા બાદનો મારો આ પ્રથમ ડાયરો છે  કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, કારણ કે વાઇડાઇ કોઇ દી જીતે નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ,વ્યવહાર જ જીતે છે. એટલે જે કાંઇ વાતો કરવી છે આપડે, આનંદ કરવો છે મા જગદંબાના ખોળામાં. પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા...  


જામીન અંગે કરી આ વાત


દેવાયત ખવડે કહ્યું કે, આમ તો સમય ઘણોય વીતી ગયો છે બધાના પ્રેમ, લાગણી અને બધાનાએ હેત સમાજનો તો છે પણ અઢ્ઢારે વરણનો પ્રેમ અને લાગણી હતી. મારા માટે જેણે પ્રાર્થના કરી હશે એ માના ચરણોમાં આજનો ડાયરો સમર્પિત કરૂ છું. તેમણે ઉમેર્યું કે, મારા હિતની પાર્થના ન હોય. જામીન રિજેક્ટ પર રિજક્ટ  થતાં તા ત્યારે દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર ન નથી નવઘણના ભાલે બેઠેલી મારે કલમે બેસે તો સમજજો કે, મારા ગઢડાવાળી આવી છે. તેમણે કહ્યું કે, મા પર ભરોશો હોય- મા જંગદબા પર ભરોશો હોય આબરુ રાખે જ. અત્રે ઉલ્લેખનિય છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં  મયુરસિંહ રાણા નામના એક યુવક પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ ફરિયાદ થતા તેમની ધરપકડ થઈ હતી અને તેમને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી


કોલંબા ધામમાં આયોજીત આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે