Kutchના આ ગામમાં વિકાસ પહોંચવાનું ભૂલી ગયો! બાળકો નદી પાર કરીને School જવા મજબૂર! આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-02 18:02:24

આપણે નાના હતા તો આપણા મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરીને નિશાળ જતાં હતા. એમનો કહેવાનો મતલબ હતો કે ત્યારે સુવિધાનો અભાવ હતો જેને કારણે આવી પરિસ્થિતિથી તેમને પસાર થવું પડતું હતું.. મુશ્કેલીઓ વેઠીને સ્કૂલ જતાં.. પણ હવે તો સરકાર હજારો કરોડો રૂપિયા શિક્ષણ અને રસ્તા બનાવવા પાછળ વાપરી રહી છે. પરંતુ તો પણ કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે કે આટલા બધા પૈસા જાય છે ક્યાં? 

આજે પણ નદી પાર કરીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર

જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે દ્રશ્યો કચ્છના નુંધાતનથી ખરૂઆના છે..  આ રોડ પરથી કંકાવટી નદી પસાર થાય છે. એક બાજુ રબારીવાસ છે જ્યાં માલધારીઓ રહે છે અને બીજી બાજુ શાળા છે. એટલે ત્યાંના બાળકોએ જ્યારે સ્કૂલ જવું હોય ત્યારે આ રીતે જ નદી પાર કરીને શાળાએ જવું પડે છે.. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અમને આ વીડિયો મોકલ્યો અને રજુઆત કરી કારણ કે ત્યાંના નેતાઓ અને આગેવાનો તો બીજી જગ્યાએ વ્યસ્ત છે તો એ કઈ રીતે આ રજુઆત સાંભળે,..


સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદને કરી રજૂઆત પરંતુ...

અબડાસાના ધારાસભ્ય, કચ્છના સાંસદ બધાને આ લોકોએ પત્ર લખ્યો અને એક પુલની માગણી કરી. કારણ કે ત્યાં 40 જેટલા પરિવારો રહે છે જેમને દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે.  બાળકો ચાલીને ભણવા જાય છે પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કોઈ બિમાર હોય કે કોઈ મહિલા સગર્ભા હોય તો પણ આ સ્થિતિમાં જ એમને લઈ જવા પડે છે.. નદી ઓળંગીને બાળકો તેમજ સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે.. 



અનેક ગામડાઓમાં આજે પણ આવી જ હશે પરિસ્થિતિ

આપણે બહું સરળતાથી કહી દઈએ છે કે યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. જે પરિસ્થિતિ આ ગામની છે તે પરિસ્થિતિ અનેક ગામડાઓની, અનેક સ્થળોની હશે. આ દ્રશ્યો ગુજરાતની વાસ્તવિક્તા દર્શાવે છે.. આજે પણ  અનેક ગામડાઓ એવા છે જ્યાં બાળકોને આવી રીતે જવું પડે છે... ત્યારે આ દ્રશ્યો જોઈ તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવજો..   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.