હિંદુઓ સમયસર લગ્ન કરી, પાંચ-છ બાળકો પેદા કરો: ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર


  • Published By :
  • Published Date : 2023-02-20 18:41:25

દેશના જાણીતા ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજે તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જ્યો છે.આ વખતે તેઓ વસ્તી નિયંત્રણ કાયદા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક હિંદુએ પાંચથી છ બાળકો પેદા કરવા જોઈએ. દેવકીનંદને સનાતન બોર્ડની રચના કરવાની પણ માંગ કરી છે અને કહ્યું છે કે આ બોર્ડમાં માત્ર ધર્માચાર્યો જ રહેશે. 


સનાતન ધર્મ પર સૌથી મોટો હુમલો


ભાગવત કથાકાર અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત ઝૂ મંદિરના સ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું, "હું કહું છું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક સનાતનીએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. આ માટે સમયસર લગ્ન કરો અને પાંચ-છ બાળકોને જન્મ આપો". 


દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે આજ સુધી વસ્તી પર નિયંત્રણ નથી આવ્યું. વસ્તી વિસ્ફોટ કેટલો મોટો થયો છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 4 બીબી અને 40 બાળકો જેવી બાબતો પર બોલનાર કોઈ નથી. આઝાદી પછી સૌથી મોટો હુમલો સનાતન ધર્મ પર થયો છે.


હિંદુઓ પાસે છે સોનેરી તક


દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે