યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમામાં ઉમટ્યા માઈભક્તો, દર્શન કરી અનુભવી ધન્યતા


  • Published By :
  • Published Date : 2023-02-15 13:32:11

આપણે ત્યાં શક્તિપીઠને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પૌરાણીક કથા અનુસાર જ્યાં જ્યાં માતા સતીના દેહના અંગ પડ્યા હતા તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. વિશ્વભરમાં આવેલા શક્તિપીઠોમાંથી અંબાજી ખાતે આવેલા શક્તિપીઠને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું.  આ સ્થાનનું મહત્વ એટલે વધી પણ જાય છે. ત્યારે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસમાં અંદાજીત 1,65,500 જેટલા માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. પરિક્રમાને વધુ એક દિવસ લંબાવામાં આવી છે. 

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ  

ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 ફેબ્રુઆરી સુધી ચાલતા આ મહોત્સવમાં માઈ ભક્તો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની જ્યોત ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી અને પરિક્રમા માર્ગ પરના તમામ શક્તિપીઠોની જ્યોત પ્રગટાવવામાં આવી. માઈભક્તોનો ઉત્સાહ જોતા આ પરિક્રમા વધુ એક દિવસ લંબાવામાં આવી છે. પરિક્રમા જે પાંચ દિવસ ચાલવાની હતી તે હવે 6 દિવસ ચાલવાની છે.  


લાખો માઈભક્તોએ લીધો પરિક્રમાનો લાભ

અંબાજી શક્તિપીઠને મહત્વનું શક્તિપીઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું. આ જગ્યાનું પહેલેથી જ વિશેષ સ્થાન હતું પરંતુ માઈ ભક્તો એક જ જગ્યા પર શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે  51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 તારીખ સુધી ચાલનારા આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિઓની પ્રક્ષાલન વિધી, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે.         




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.