દેવાયત ખવડની જામીન અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડીંગ, હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે


  • Published By :
  • Published Date : 2023-01-13 12:34:07

લોકકલાકાર દેવાયત ખવડ મારપીટના ગુનામાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે. દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.


દેવાયત ખવડ સામે છે ગંભીર આરોપ


રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. વળી દેવાયત ખાવડ ઘણા દિવસ સુધી ફરાર રહ્યા હતા. બાદમાં  દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.  


દેવાયત ખવડનો ગુનો શું છે? 


દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ  રાજકોટમાં મયૂરસિંહ રાણા નામની એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થવાનું છે.. મતદાન પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે થોડા સમય પહેલા સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરી દીધી હતી જ્યારે કોંગ્રેસે આજે યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવવાના છે..