DGP Vikas Sahayના આદેશ મુજબ Police કર્મીઓએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું પડશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 12:33:25

આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા દાદાગીરી કરતા દેખાતા હોય છે. સામાન્ય નાગરિકો પર રોફ બતાવતા દેખાય છે. અનેક એવા વાહનો પણ આપણે જોતા હોઈએ છીએ જેમાં પોલીસની પ્લેટ દેખાતી હોય છે. ત્યારે હવે પોલીસોને પણ અનેક નિયમોનું પાલન કરવું પડશે. અનેક વખત પોલીસને ખુદને નિયમો તોડતા જોયા છે. ત્યારે આપણા મનમાં સવાલ થતો હોય છે કે શા માટે સામાન્ય નાગરિકોએ જ નિયમોનું પાલન કરવું પડે છે, જો કોઈ નિયમનો ભંગ થાય છે તો શા માટે માત્ર સામાન્ય માણસને દંડ ભરવો પડે છે, વગેરે વગેરે....પરંતુ હવેથી પોલીસકર્મીઓએ પણ દરેક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે અને પોલીસકર્મીઓ માટે અનેક નિયમો બનાવ્યા છે.    

પોલીસ વિરૂદ્ધ પોલીસ કરશે કાર્યવાહી! 

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં  કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય. પછી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસવાળાને નિયમોનું કરવું પડશે પાલન 

પરિપત્રમાં એ પણ  ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરાબ થતી હોય છે. પોલીસના ટ્રાફિકના નિયમો માટેના આ વલણને કારણે વાહનચાલકો પણ બેફામ બન્યા છે 


સોશિયલ મીડિયા પર પોલીસ નહીં પોસ્ટ કરી શકે યુનિફોર્મમાં બનાવેલી રિલ 

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ લખેલી અથવા તો પી લખેલી પ્લેટ વાહનો પર નહીં રાખી શકાય. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે પરિવારનો એક જ સભ્ય પોલીસમાં હોય છે પરંતુ ઘરના દરેક વાહનો પર પોલીસ લખેલું જોવા મળતું હોય છે. અનેક વખત એવું બને છે કે પોતાના કામ કઢાવવા માટે પોલીસ ગાડી ઉપર લખવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસવડાના આદેશ બાદ પોલીસ પોતાના વાહન પર પોલીસ નહીં લખાવી શકે. તે ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવી શકે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.