Dharm : જાણો શા માટે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે 56 પ્રકારના ભોગ? ગોવર્ધન પર્વત સાથે જોડાયેલી છે આ વાર્તા


  • Published By :
  • Published Date : 2024-01-13 17:06:27

ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવતા નૈવેદ્યનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો ભોજન કરતા પહેલા ભગવાન સમક્ષ થાળ મૂકતા હોય છે. અનેક લોકો ભગવાનને જમાડ્યા પછી જ જમતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ભોગ અર્પણ કરવાની વાત આવે તો આપણે કહીએ છીએ કે 56 ભોગ અર્પણ કરવા જોઈએ. પરંતુ શું ખબર છે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ કેમ અર્પણ કરવામાં આવે છે?

ગોવર્ધન-લીલા' . | Govardhan lila

ગોવર્ધન પૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણએ કર્યા પ્રેરિત 

56 ભોગ ધરાવાની પાછળ લોક વાયકા એવી છે કે દ્વાપર યુગમાં લોકો ઈન્દ્ર દેવની પૂજા કરતા હતા. મથૂરા, ગોકુળના લોકો એવું માનતા હતા કે ભગવાન ઈન્દ્રને કારણે જ વરસાદ થાય છે. ઈન્દ્ર ભગવાન વરસાદ કરે છે એટલા માટે તેમનું જીવન પસાર થાય છે. તે સમયે કૃષ્ણ ભગવાને વૃંદાવન અને ગોકુળના લોકોને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રેરિત કર્યા. બાળ કૃષ્ણના આવા કહેવાથી ગામના લોકો તેમને સમજાવવા લાગ્યા કે ઈન્દ્રની પૂજા કરવી જોઈએ. પરંતુ કૃષ્ણ ભગવાને કહ્યું કે વરસાદ કરવો તેમની ફરજ છે. આપણું ભરણપોષણ ગોવર્ધન પર્વત કરે છે. આ પર્વત પરથી મળતી વનસ્પતિઓથી આપણું જીવન ચાલે છે. એટલે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.


લોકોનું રક્ષણ કરવા માટે ભગવાને પર્વતને આંગળી પર ઉપાડ્યો

કનૈયાની વાત તમામ ગામ લોકોએ માની. તે વખતે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી. આ વાતને કારણે ઈન્દ્ર ભગવાન ક્રોધિત થયા અને વૃંદાવનમાં ભયંકર વર્ષા કરી. જેને કારણે વૃંદાવનની પરિસ્થિતિ ખરાબ થવા લાગી. પોતાની સમસ્યા લઈ તમામ લોકો કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા. ભારે વરસાદથી ભગવાને લોકોનું રક્ષણ કરવા ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી ઉપર ઉઠાવી લીધો અને વરસાદથી લોકોને સુરક્ષિત રાખ્યા. આ પ્રકારે શ્રીકૃષ્ણે ઈન્દ્ર દેવનો ઘમંડ ઉતાર્યો. 

Tamatina Religious Art Canvas Painting | Shri Krishna With Maa Yashoda| God  Unframed painting for Home décor|size - 36X24 Inches.60 : Amazon.in: Home &  Kitchen

ભગવાને ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર કર્યો હતો ધારણ

એવું માનવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન માતા યશોદા સાથે રહેતા હતા તે સમયે માતા તેમને 8 વખત ભોજન કરાવતી હતી. પરંતુ ભારે વરસાદ થતા કૃષ્ણએ અઠવાડિયા સુધી ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ધારણ કરી રાખ્યો હતો. કાનૂડાએ 7 દિવસ સુધી કાંઈ ખાધા પીધા વગર પસાર કર્યા. એટલે જ્યારે ઈન્દ્ર દેવે પોતાની ભૂલ સ્વીકારી વરસાદ બંધ કર્યો ત્યારે ભગવાને ગોવર્ધન પર્વતને નીચે મૂક્યો. માતા યશોદાએ પોતાની ગણતરી પ્રમાણે 56 ભોગ બનાવ્યા. અને ત્યારથી ભગવાન કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે.


(અહીંયા આપેલી માહિતી ધાર્મિક માહિતી પર આધારીત છે)



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.