Dharm : નવરાત્રીનો આજે અંતિમ દિવસ, નવમા દિવસે થાય છે માતા સિદ્ધિદાત્રીની પૂજા, જાણો કયા મંત્રનો કરવો જોઈએ જપ, અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-17 11:04:20

નવરાત્રીનો આજે છેલ્લો  દિવસ છે.. નવરાત્રીના છેલ્લા દિવસે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રાના આઠ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની બીજા દિવસે માતા બ્રહ્મચારિણી, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે, ચોથા દિવસે કુષ્માંડા માતાની જ્યારે પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની, સાતમા નોરતે માતા કાલરાત્રિની જ્યારે આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવામાં આવી ત્યારે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી સાધકને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.



કેવું છે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ? 

દરેક માતાજીના અલગ અલગ સ્વરૂપો હોય છે, અલગ અલગ વાહન પર સવારી કરે છે.. માતા સિદ્ધિદાત્રી માતાના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદાને ધારણ કરી છે તો બીજા હાથમાં માએ કમળ ધારણ કર્યું છે. તો ત્રીજા હાથમાં માતાજીએ શંખ ધારણ કર્યો છે અને ચોથા હાથમાં માતાજીએ ચક્રને ધારણ કર્યું છે. માન્યતા અનુસાર માતાજીના આ સ્વરૂપની આરાધના કરવાથી માતાજીની અસીમ કૃપા ભક્તો પર રહે છે. 


માતાજીની આરાધના કરવાથી થાય છે સિદ્ધિની પ્રાપ્તિ

શાસ્ત્રમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન હોય છે. સાધક જો માના રૂપની પૂજા કરે છે તો તેને તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે તે માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે.. 


કયા મંત્રથી કરવી માતા સિદ્ધિદાત્રીની પૂજા?

દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર હોય છે. જો એ મંત્રથી માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજીને સમર્પિત મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને સાધકને મનોવાંચ્છિત ફળ મળે છે. માતાજીની આરાધના કરવા માટે ચંડીપાઠ કરવો જોઈએ પણ જો તે શક્ય નથી તો માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો આ મંત્ર છે જેનું ઉચ્ચારણ કરવું જોઈએ 

 

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी|| 


જેમ માતાજીને સમર્પિત મંત્રો હોય છે તેમ નવરાત્રી દરમિયાન દિવસો પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવમા દિવસે માતાજી સમક્ષ ખીર અથવા તો હલવાનો ભોગ અર્પણ કરવો જોઈએ....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..