Dharma : આજે છે નારદ જયંતી, નારાયણ નારાયણ કરી કરે છે ભક્તિનો પ્રચાર, અનેક ભક્તોને આગળ વધાર્યાં, જાણો તેમના મહિમા વિશે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-24 13:22:07

આપણા ધર્મમાં નારદ મુનિને દેવઋષિનું સ્થાન આપવામાં આવ્યું છે.. દેવર્ષી નારદ એક હાથમાં કરતાલ લઈને બીજા હાથમાં વીણા લઈને સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરે છે.. નારાયણ નારાયણ નામનો તે જપ કરતા રહે છે.. નારદ મુનિને સતયુગના પત્રકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે તેમણે અનેક વખત સંદેશવાહકનું કામ કર્યું છે.. વૈશાખ વદ એકમની તિથીએ નારદ જયંતી ઉજવવામાં આવે છે.. દેવર્ષી નારદને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.. 

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

અનેક ધાર્મિક ગ્રંથો આપણને મળ્યા જેમાં... 

નારદજી ગમે ત્યાં , ગમે તે લોકમાં પ્રવાસ કરી શકતા હતા... નારદજીને ના માત્ર દેવતાઓ સન્માન આપતા પરંતુ તેમનું સન્માન દૈત્યો પણ કરતા હતા.. જ્યારે કોઈ મુંજવણભરી પરિસ્થિતિ હોય ત્યારે દૈત્યો તેમની પાસે સલાહ લેવા જતા હતા..આપણે જે લીલાઓ જોઈએ ભગવાનની તેની પાછળ નારદમૂનિનો મોટો ફાળો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણને જે ધાર્મિક ગ્રંથો મળ્યા છે તેમાં પણ નારદમૂનિની મહત્વની ભૂમિકા છે. અનેક શાસ્ત્રો આપણને તેમના માધ્યમથી મળ્યા છે.. માતા પાર્વતીને તેમણે જણાવ્યું હતું કે તેમનો પતિ કેવો હશે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.. 


આકાશવાણી વિશે નારદજીએ સમજાવ્યું હતું..!

કંસ જ્યારે દેવકીની વિદાય કરી રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન તેમનો કાળ બનશે... દેવકીજી અને વસુદેવજીને કંસે કેદ કર્યા.. પહેલા સંતાનનો જ્યારે જન્મ થયો ત્યારે વસુદેવજી સંતાનને ત્યાં લઈ ગયા. કંસને બાળક પર દયા આવી. એવું વિચાર્યું કે આઠમું સંતાન તેનું કાળ છેને.. દેવતાઓને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ધરતી પર અવતાર નહીં લઈ શકે.. ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને આકાશવાણીન વિશે સમજાવ્યું.. તે બાદની વાત તો આપણે જાણીએ છીએ... નારદનો એક અર્થે એવો પણ થાય જે ક્યાંય રદ્દ નથી એ નારદ છે.. 


પત્રકાર તરીકે નારદજીને ઓળખવામાં આવે છે... 

તે સિવાય ભગવાનના ભક્તોને ભક્તિનો સંદેશો નારદજીએ આપ્યો છે.. પ્રહલાદને, ધ્રુવ સહિતના ભક્તોને તેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે.. એવું પણ માનવામાં આવે છે કે વાલ્મિકીજીને રામાયણ રચવા માટે નારદજીએ પ્રોત્સાહન આપ્યું હતું.. ભાગવત કથામાં પણ નારદજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આમ દેવ ઋષિ નારદજીનું કામ ભક્તિનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે.. સંદેશવાહક તેમને માનવામાં આવે છે.. જો સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર પહેલા પત્રકાર નારદજીને માનવામાં આવે છે.. આપ સૌને પણ નારદ જયંતીની હાર્દિક શુભકામના..   



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.