બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અંગે ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત, અમદાવાદના આ વિસ્તારમાં યોજાશે કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-29 21:39:55

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે અમદાવાદના વટવામાં યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના આયોજકોએ હવે દિવ્ય દરબારના સ્થળ તરીકે વટવા સ્થિત શ્રીરામ મેદાન પસંદ કર્યું છે.


શ્રીરામ મેદાન ખાતે યોજાશે દિવ્ય દરબાર


અમદાવાદના વટવામાં આવેલા શ્રીરામ મેદાન ખાતે થોડા દિવસો પહેલા દેવકીનંદન મહારાજ દ્વારા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના અંતિમ દિવસે બાબા બાગેશ્વરે કાર્યક્રમમાં હાજર રહીને આશીર્વચન આપ્યા હતા. ત્યારે તે જ કાર્યક્રમ સ્થળ ઉપર ફરી એકવાર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 મીના રોજ સાંજે 5 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર તે જ સ્થળે યોજાનાર છે.


ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી


બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજક વટવાનું શિવકૃપા મિત્ર મંડળ છે. આ તમામ જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ શિવ મહાપુરાણનું આયોજન કરનાર શિવ કૃપા મિત્ર મંડળના કમલાકર રાજપૂતે  જણાવ્યું હતું કે વટવામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 થી 7 દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ અંગે આયોજક હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30મી એ સાંજે 5 થી 7 ના સમયગાળામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. વટવામાં દિવ્ય દરબાર યોજાશે અને વટવા ખાતે શ્રીરામ મેદાનમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે એવા સમાચાર વહેતા થતાં ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.