ધોળકા APMC ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રનું લાખોનું કૌભાંડ, બોર્ડના સભ્યોની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માગ


  • Published By :
  • Published Date : 2024-02-09 22:26:10

ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરી ખર્ચા કર્યાનું કોભાંડ બહાર આવ્યું છે. ધોળકા એપીએમસી ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડીના કથિત કૌભાંડને લઈ  ખેતીવાડી ઉત્પન્ન બજાર ના તમામ સમિતિ બોર્ડના સભ્યો વિરોધમાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણવા મળેલ ખોટા ખર્ચા અને નાણાંના ગેર ઉપયોગ સામે ઉપર સુધી ચેરમેન સેક્રેટરી પિતા પુત્ર ની જોડી સામે મે. નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. 


કયા ખોટા ખર્ચાઓ કર્યા?


1. અનાજ યાર્ડમાં ઝાપાના રીપેરીંગ ખર્ચ રૂ.30,910 જે ખરેખર થયેલ નથી


2. કોટન યાર્ડમાં બનાવેલ બાથરૂમ ખર્ચ રૂ.1,30,100 ચૂકવ્યા જે ખરેખર 20,000 થી 25,000 જ થાય છે


3.ચેરમેન દ્વારા પ્રવાસ ભથથા પેટે દર મહિને ડીઝલના બીલો મૂકી છેલ્લા સાત માસમાં રૂ.65,000 પ્રવાસ ભથ્થાના ખર્ચા પાડ્યા છે


4. પાણી વીજળી ખર્ચ મા દર મહિને ખોટા બીલો મૂકી રૂ.500 થી રૂ.10,000 નો ખોટો ખર્ચ


5. ઈલેક્ટ્રીક રીપેરીંગ અને વસ્તુના બીલો મૂકી દર મહિને રૂ.4,000 થી રૂ. 6000 ખોટા બિલથી ચૂકવી રહ્યા છે


6. સ્ટેશનરી છપામણી ખર્ચમાં દર મહિને ખોટા બીલો મૂકી 2000 થી 3000 રૂપિયા ના નાણા ચાઉ કર્યાનું સામે આવ્યું છે. 


7. ચેરમેનના પૌત્ર અને સેક્રેટરીના પુત્રના લગ્નની કંકોત્રી નો ખર્ચ પણ માર્કેટ યાર્ડના નામે ખોટા બિલો સ્ટેશનરીના રજૂ કરી ચૂકવવામાં આવ્યો હતો


8. બાંધકામ બાબતે સિંધરેજ ગામનો જ કોન્ટ્રાક્ટર બહાદુરભાઈ બેલદાર પાસેથી બિલો મેળવી 20,000 થી 25,000 રૂપિયામાં જ બની જાય તેવું બાથરૂમનો ખર્ચ રૂપિયા એક લાખ 30 હજાર તેમના ગામના કોન્ટ્રાક્ટરને ચૂકવી બારોબાર એક લાખ રૂપિયા લઇ લીધાનું જણાઈ આવે છે તેમજ અન્ય બાંધકામના કામ પણ તેમના જ ગામના આ કોન્ટ્રાક્ટરને કામ આપી ખોટા બીલો મેળવી મોટા પાય ભ્રષ્ટાચાર આચરીને નાણા નો ગેર ઉપયોગ કરે છે આવી રીતે પોતાના અંગત લાભ માટે ખોટા બીલો રજૂ કરી નાણાંના ગેર ઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરએ વિરોધ નોંધાવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.