અમદાવાદના ધ્યાન આચાર્યની અનોખી સિદ્ધિ, 11:50 કલાકમાં પૂર્ણ કરી 53 કિમી સિંહગઢ અલ્ટ્રા મેરેથોન


  • Published By :
  • Published Date : 2023-12-11 23:04:13

મહારાષ્ટ્રના જ નહીં પણ દેશના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350 મી વર્ષગાંઠ પર એસઆરટીએલ અલ્ટ્રા મેરેથોન સ્પર્ધા તેમના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા અને ઇતિહાસના સાક્ષી સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા ખાતે  અલ્ટ્રા મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (એસઆરટીએલ) કિલ્લાઓનું જતન  તથા વારસાને સાચવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન વેસ્ટર્ન ઘાટ રનિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ધ્યાન આચાર્ય સહીત ગુજરાતના 19 દોડવીરોની એક ટીમ અલ્ટ્રા મેરેથોન કરવા માટે સિંહગઢ (પુણે, મહારાષ્ટ્ર) ગઈ હતી. જેમાં અમદાવાદના 21  વર્ષીય યુવાન ધ્યાન આચાર્યએ અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કરતા 11:50 કલાક-53 કિમી પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.


અન્ય દેશોના સ્પર્ધકોએ પણ ભાગ લીધો


સિંહગઢ ખાતે યોજાયેલી આ અલ્ટ્રા મેરેથોન અંગે ધ્યાન આચાર્યે જણાવ્યું હતું કે આ સ્પર્ધાનું છઠ્ઠું વર્ષ છે. મેરેથોનનો માર્ગ સિંહગઢની તળેટીથી તોરના કિલ્લા સુધી અને લિંગના સુલખાની તળેટી સુધીનો હતો. આ ઉપરાંત આ ચેમ્પિયનશિપમાં 7 દેશો એટલે કે નોર્વે, આઇસલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેપાળ, 24 રાજ્યો અને ભારતના 55 શહેરોના 900 થી વધુ દોડવીરો  ભાગ લઈ રહ્યા હતા.અને  મેરેથોન ત્રણ કક્ષાના  યોજાઈ હતી.-100 કિમી, 53 કિમી, 25 કિમી અને 11 કિમી. હતી.


સ્પર્ધકોમાં છે લોકપ્રિય


સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (SRTL) અલ્ટ્રા મેરેથોનએ પ્રાચીન સિંહગઢ-રાજગઢ-તોરણા કિલ્લાઓના માર્ગ પર એક રોમાંચક સ્પર્ધા છે,  આ માર્ગ ઐતિહાસિક અને મનોહર મહત્વનો છે, જે માર્ગદર્શક માર્ગ અને પર્વતીય માર્ગ તરીકે કામ કરે છે.  તે સમયે વેપાર, અવન જાવન અને શાસક રાજાઓ વચ્ચેની લડાઈઓ માટે પણ મહત્વપૂર્ણ યુદ્ધ ક્ષેત્ર  હતું.  એક સમયે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની ગણાતો રાજગઢ કિલ્લો આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પુણેના સમૃદ્ધ વારસાને આવરી લેતા, ભવ્ય સિંહગઢ, રાજગઢ અને તોરણા કિલ્લાઓ વચ્ચેથી પસાર થવાનો હેરિટેજ વોક અનુભવ કરવા માટે દોડવીરો સ્પર્ધાની કાગડોળે રાહ જોતા હોય છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે