શું તમારા ફોનમાં પણ Alertનો Alarm વાગ્યો? કુદરતી આફત વખતે હવેથી કરાશે આ સિસ્ટમનો ઉપયોગ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 15:02:01

આજે તમારા બધાના ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે. દેશભરના ફોન આજે રણક્યા હશે કારણ કે આજે સરકાર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેસેજના માધ્યમથી ભારત સરકાર ઈમરજન્સી એલર્ટનું પરિક્ષણ કરી રહી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ અલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. તો એનો જવાબ છે કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. 

ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે 

તમારો મોબાઈલ કોઈ પણ માધ્યમ પર કામ કરતો હોય. ચાહે તમારો ફોન એન્ડ્રોઈડ હોય, ચાહે તમારો ફોન આઈફોન હોય કે બ્લેકબેરી હોય. બધા જ લોકોના ફોન આજે રણક્યા છે. તમારા ફોનમાં પણ ઈમર્જન્સી અલર્ટ એક્સટ્રીમ એવું લખાયેલું આવ્યું હશે અને ફોન વાગ્યો હશે. આ એક પ્રકારની ચેતવણીની સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ અલર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્મયુનિકેશન વિભાગના કારણે આવી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ એલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. 


આપાત્કાલીન પરિસ્થિતિ વખતે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે 

આ કરવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તમને યાદ હોય તો એક હોલિવુડ ફિલ્મ આવી હતી જેમાં પૃથ્વીનો વિનાશ થઈ જાય છે. આ પિક્ચરમાં ધરતીકંપ આવે છે,. જ્વાળામુખી ફાટે છે, અને સુનામીના કારણે 50 કે સો માળ જેટલી બિલ્ડિંગ જેટલા ઉંચા મોજા આવે છે. જ્યારે આવી કોઈ આપાતકાલિન સ્થિતિ આવવાની હોય તેના પહેલા લોકોને સજાગ કરવા જરૂરી હોય છે. અને અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આવી પરિસ્થિતિની જાણ કરવા માટે જ સેલ બ્રોડકાસ્ટ અલર્ટ સિસ્ટમ મેસેજ આપવામાં આવ્યો છે. 



'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ' કેવી રીતે કામ કરે છે?

ઓગસ્ટથી, સરકાર તમામ જગ્યાઓ પર નવી સુવિધાનું પરીક્ષણ કરવા માટે તબક્કાવાર ચેતવણીઓ મોકલી રહી છે. તાજેતરમાં, સરકારે દેશભરના ઘણા ફોન પર પરીક્ષણ ચેતવણી મોકલી છે. એન્ડ્રોઇડ અને iOS બંને પર મોબાઇલ ફોન પર એક સંદેશ ફ્લેશ થયો હતો અને ખૂબ જ જોરથી ઇમરજન્સી ટોન પણ સેટ થઈ ગયો હતો. સંદેશ બે વાર મોકલવામાં આવ્યો હતો, એક વખત અંગ્રેજીમાં અને એક વાર હિન્દીમાં, થોડી મિનિટોના અંતરે. મને તો બીજીવાર ગુજરાતીમાં આવ્યો છે કારણ કે હું ગુજરાતી છું. આ સંદેશ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (CBS) દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે એક ટેક્નોલોજી છે જે મોબાઇલ ઓપરેટરોને ફોન ચાલુ હોય તે મોબાઇલ નેટવર્કને ધ્યાનમાં લીધા વગર ચોક્કસ વિસ્તારમાં તમામ ફોન પર ટેક્સ્ટ સંદેશ મોકલવાની મંજૂરી આપે છે. આ તેને કટોકટી ચેતવણીઓ મોકલવા માટે એક આદર્શ તકનીક માનવામાં આવે છે.


સમયાંતરે કરવામાં આવશે આવા પરિક્ષણ 

એનડીએમઓએ સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણો હાથ ધરે છે કે એલર્ટ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને તેનો ઉપયોગ વાસ્તવિક કટોકટીની સ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે થઈ શકે છે. આવા અખતરાથી સિસ્ટમમાં સુધારો કરવો કે નહીં તેની જાણ ઉપર સુધી થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (DoT CBS)એ જાહેરાત કરી છે કે તેઓ વિવિધ પ્રદેશોમાં સમયાંતરે સમાન પરીક્ષણો હાથ ધરવાની યોજના ધરાવે છે. ટૂંકમાં આવો અલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, કારણ કે તે માત્ર પરીક્ષણો છે. જેમાં લખવામાં પણ આવ્યું છે કે એ એક પરીક્ષણ માટેનો જ સંદેશ છે. તમે ઓકેનું બટન કે બીજુ કોઈ બટન દબાવ્યું હશે તો આ રિંગ બંધ થઈ ગઈ હશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .