શું મુદ્દાઓને મજબૂતાઈથી પકડવામાં વિપક્ષ નિષ્ફળ? વિપક્ષ બહાનાબાજીમાંથી બહાર નથી આવતો, જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 15:18:24

રાજનીતિ માટે એવું કહેવામાં આવે છે પક્ષ જેટલો મજબૂત હોવો જોઈએ તેટલો જ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હશે તો સત્તાધારી પક્ષ પર પ્રેશર આવશે, કામ કરશે વગેરે વગેરે.. લોકો પોતાનો અવાજ વિપક્ષમાં શોધે છે.. મતદારને એવું હોય છે તે સ્થાનિક મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે પરંતુ મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે... જેમ સરકારનું કાર્ય છે ચૂંટણી જીતી જાય તે પછી વ્યવસ્થાને સારી રીતે ચલાવવી.. સરકારમાં જેટલું યોગદાન સત્તાધારી પક્ષનું હોય છે તેટલું યોગદાન વિપક્ષનું પણ હોય છે.. પરંતુ વિપક્ષ અવાજ ઉઠાવવામાં પાછો પડ્યો છે.

જ્યારે ભાજપ વિપક્ષની ભૂમિકામાં હતો..  

ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેવી ભૂમિકા વિપક્ષ તરીકે ભાજપે નિભાવી છે તે આપણે જોયો છે.. નિર્ભયા કેસમાં ભાજપે શું ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ.. ગામડાના માણસને પણ લાગ્યું કે તેનું બોલવું જરૂરી છે.. તે રસ્તા પર ઉતરયો ન્યાયની માગ સાથે.. ભાજપ લોકોમાં એ ચેતના જગાવી શકી હતી.. ભાજપ વાળા કેવી રીતે લડવું તે જાણતા હતા પરંતુ ગુજરાતના વિપક્ષને કદાચ તે ખબર નથી કે કેવી રીતે આ મામલે લડવું જોઈએ.. લોકો માટે વિપક્ષ માને છે કે તે વોટ અમને આપતી નથી જ્યારે સત્તા ધારી પક્ષ માને છે કે તે બોલતો નથી..


સત્તાધારી પક્ષને તો સવાલ થવો જોઈએ પરંતુ...  

વિપક્ષની જવાબદારી છે તે બોલે.. જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એક પણ એવા વિપક્ષી નેતાઓ રસ્તા પર નથી ઉતર્યા માગની સાથે. જો ભારતીય જનતા પાર્ટી હમણાં વિપક્ષમાં હોત તો તે સરકારના નાકે દમ લાવી દેતા... ન્યાય અપાવીને રહેતા... વિપક્ષને પણ ગુજરાત શોધે છે.. સત્તાને સવાલ તો કરવો જોઈએ, કરીએ છીએ પરંતુ સવાલ વિપક્ષને પણ કરવો જોઈએ.. વિપક્ષના એક પણ નેતા સામે નથી આવ્યા જે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય.. એવું કોઈએ નથી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ.. એ કરવા વાળો વિપક્ષ ગાયબ થઈ ગયો છે..  



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.