Digital Payment: UPI સેવા હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ, PM મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2024-02-12 16:03:37

ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આધુનિક ડિજિટલ ટેક્નોલોજી સાથે ઐતિહાસિક સંબંધોને જોડતો બ્રિજ ગણાવ્યો હતો. આ ઓનલાઈન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથએ પણ ભાગ લીધો હતો. મોદીએ તેમની ટિપ્પણીમાં આશા વ્યક્ત કરી હતી કે નવી ફિનટેક સેવાઓ બંને દેશોને મદદ કરશે.


શું કહ્યું PM નરેન્દ્ર મોદીએ?


PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે UPI 'ભારત સાથેની ભાગીદારીને એકીકૃત કરવા માટે નવી જવાબદારીઓ' લાગુ કરી રહી છે. તેમણે કહ્યું, “આજનો દિવસ હિંદ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે ખાસ છે કારણ કે અમે અમારા ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી સાથે જોડી રહ્યા છીએ.” મોદીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે UPI સિસ્ટમ શ્રીલંકા અને મોરેશિયસને  લાભ થશે..'' વડા પ્રધાને કહ્યું હતું કે જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ પર ભારતનું ધ્યાન પણ રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, “ભલે તે પ્રાકૃતિક આપત્તિ હોય, સ્વાસ્થ્ય સંબંધિત હોય, આર્થિક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ પર સહાયતા હોય, ભારતે સૌથી પહેલા મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારત ભવિષ્યમાં પણ આ ચાલુ રાખશે.” શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય સેવાઓની શરૂઆત બંને દેશો સાથે ભારતના વધતા દ્વિપક્ષીય આર્થિક સંબંધોની પૃષ્ઠભૂમિમાં થઈ છે.


ભારતીય પર્યટકોને થશે ફાયદો


આ સાથે જ  UPI સર્વિસ શ્રીલંકા અને મોરેશિયસ જતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા આ દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવેલ UPI એ મોબાઈલ ફોન દ્વારા આંતર-બેંક ટ્રાન્ઝેક્સનની સુવિધા માટે તાત્કાલિક રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. RuPay એ ભારતનું વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે જે સ્ટોર્સ, ATM અને ઑનલાઇન પર વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે.


આ દેશોમાં પણ એક્ટિવ છે UPI સર્વિસ


ભારતની યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (Unified Payment Interface) દુનિયાભરમાં પ્રખ્યાત છે. સિંગાપુર, યુએઈ, નેપાળ, ભૂતાન, અને ફ્રાંસમાં પણ યુપીઆઈ સર્વિસ પહેલાથી જ એક્ટિવ છે. આના કારણે આ દેશોના લોકોને તેમના દેશમાં અને તેઓ જ્યારે પણ ભારત આવશે ત્યારે તેમને પણ ફાયદો થશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .