DevBhoomi Dwarkaના વતની અને કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ બજાવતા દિલીપ સોલંકી થયા શહીદ, આજે કરાશે અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-09-28 17:04:59

દેશના લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શકે તે માટે દેશની સરહાદ પર સુરક્ષાબળો તૈનાત રહેતા હોય છે. દેશની સુરક્ષા માટે જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા. ત્યારે ગુજરાતે પોતાના બીજા વીર સપૂતને ગુમાવ્યો છે. ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ફરજ દરમિયાન શહીદ થતાં ભાણવડ પંથકમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.   


શહીદના નશ્વરદેહને માદરે વતન પરત ફર્યો

ગુજરાતનો વધુ એક વીર સપૂત શહીદીને ભેટ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદના વીરમહિપાલસિંહ શહીદ થયા હતા ત્યારે આજે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ભાણવડના ઝારેરા ગામમાં રહેતા દિલીપભાઈ સોલંકી સાત વર્ષ પહેલા ભારતીય લશ્કરમાં જોડાયા હતા. કોબ્રા કમાન્ડર તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા. 26 વર્ષના યુવાન દિલીપભાઈ સોલંકી ઓડિશામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું મોત થયું છે. મૃત્યુના સમાચાર મળતા ન માત્ર પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી પરંતુ આખા પંથકમાં માતમાં છવાઈ ગયો છે. શહીદના નશ્વર દેહને માદરે વતન લઈ આવવામાં આવ્યો છે અને આજે સાંજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

શહીદની સગાઈ થોડા મહિના પૂર્વે થઈ હતી. આવતા મહિને તેમના લગ્ન પણ યોજાવાના હતા પરંતુ તે પહેલા તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. અકાળે જવાનનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠ્યો છે. શહીદના માતા પિતાને એક તરફ દુખ પણ હશે કે નાની ઉંમરે તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો છે પરંતુ બીજી તરફ ગર્વ પણ હશે કે તે શહીદના માતા પિતા છે. અમદાવાદ એરપોર્ટ પર શહીદનો નશ્વરદેહ બપોરે આવી પહોંચ્યો હતો અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવશે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપતા આવા વીર સપૂતોને સો-સો સલામ છે. સુરક્ષાકર્મીઓ પોતાના ઘરવાળાઓથી દૂર રહી સરહદ પર ફરજ બજાવે છે તેના જ લીધે આપણે આપણા ઘરમાં પોતાના પરિવાર સાથે સુખીથી અને શાંતિથી રહી શકીએ છીએ. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે