બ્રેકિંગ! GPSCના પૂર્વ ચેરમેન ડૉ.દિનેશ દાસાની UPSC સભ્ય તરીકે નિમણૂક, જાણો કેવી રહી છે અત્યાર સુધીની તેમની સફર?


  • Published By :
  • Published Date : 2023-09-29 16:21:36

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. દિનેશ દાસાની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં નવી જવાબદારી સંભાળી છે. UPSCમાં ડૉ. દિનેશ દાસાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન્સ (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ  મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે.


ડૉ. દિનેશ દાસાએ ટ્વીટ કરી આપી જાણકારી


 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા ડૉ. દિનેશ દાસાએ તે અંગે ટ્વીટ કરતા કહ્યું કે "તમને જણાવતા હું સન્માનિત અને નમ્રતા અનુભવું છું કે માનનીય રાષ્ટ્રપતિએ મારી UPSC ના સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ તક GPSC નું નેતૃત્વ કરતી વખતે મેં કરેલા કાર્યનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તેમના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન આપ્યું. હું અતૂટ સમર્પણ અને પ્રામાણિકતા સાથે મારા પ્રિય રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહિત છું." UPSCના દરેક સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. ડૉ. મનોજ સોનીની અધ્યક્ષતામાં, આ કમિશનના સભ્ય તરીકે હાલમાં રાજીવ નયન ચૌબે, લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત), શ્રીમતી પ્રીતિ સુદાન, શ્રીમતી સુમન શર્મા અને બિદ્યુત બિહારી સ્વેન સેવા આપી રહ્યા છે.


કોણ છે દિનેશ દાસા?


ડૉ.દિનેશ દાસા દક્ષિણ ગુજરાતના નવસારીના વતની છે. દિનેશ દાસાએ વર્ષ 1991માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કેમ્પસમાં અસ્પી કોલેજ ઓફ ફોરેસ્ટ્રી એન્ટ હોર્ટિકલ્ચરમાં પ્રવેશ લીધો હતો.1992નું વર્ષ આવતાં-આવતાં તેઓને સમજાઈ ગયું હતું કે પોતે જે ભણે છે તે ફોરેસ્ટ્રીના આધારે કારકિર્દીમાં સ્થિર થવાની કોઈ શક્યતા જણાતી નથી. કેમકે તેઓને આસિ. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અથવા આર.એફ.ઓ બનવું હતું. જોકે સરકારે આ જગ્યાઓ માટે વર્ષ 1983માં છેલ્લે પરીક્ષા લીધી હતી પણ પછીના વર્ષામાં પરીક્ષા જ ન લીધી આથી ફોરેસ્ટ ઓફિસર બનવાનું સપનું અધુરું રહી ગયું હતું. જો કે બાદમાં તેમણે ગુજરાત સરકારના મોટા હોદ્દાઓ પર સેવા આપી હતી. જેમ કે  ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે વન કાયદો અને ટકાઉ વિકાસ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. 


માત્ર 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં આ પદ મેળવનાર દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન બન્યા હતા. 31 જાન્યુઆરી, 2022ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થતા નિવૃત્ત થયા હતા. તેમણે 1 ફેબ્રુઆરી, 2016 થી 31 જાન્યુઆરી, 2020 દરમ્યાન આયોગે કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી હતી. છ વર્ષના તેમના નેતૃત્વ હેઠળ GPSCએ લીધેલી એક પણ પરીક્ષામાં પેપર લિકની ઘટના બની ન હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે