દિનુ મામાએ બરોડા ડેરીમાં કરી વાપસી, ફરી બન્યા ડેરીના પ્રમુખ, કહ્યું 'ભાજપ તો દિલમાં જ હતું'


  • Published By :
  • Published Date : 2023-11-09 13:11:32

વિધાનસભાની ચૂંટણીમાં પાદરા બેઠક પર બળવો કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અપક્ષ ઉમેદવારી કરનાર બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા છે. ભાજપ તરફથી જ દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો અને અને પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. 


સતીષ પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું


બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે ગયા મહિનાના અંતમાં રાજીનામું આપતા દિનુમામાનો પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશું.  દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના પ્રમુખ બનતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે પણ નિર્ણયને આવકાર્યો હતો.    


દિનુમામાએ શું કહ્યું?


બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતું.


વિધાનસભાની ચૂંટણીમાં આપ્યું હતું રાજીનામું


વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. પાદરા વિધાનસભા બેઠક પરથી દિનુ મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જો કે હવે દિનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.