Rajkotમાં Congressમાં જોડાનાર મહિલા નેતા Diptiben Vaghasiyaએ ભાંગરો વાટ્યો, એવું બોલ્યા કે બધા હસી પડ્યા!


  • Published By :
  • Published Date : 2024-08-12 15:27:24

આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ સામે જે સૌથી મોટો પડકાર લાગે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની આ વાત એટલે કરી રહ્યાં છીએ કેમ કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક મહિલા નેતા જાહેરમાં એવું બોલી ગયા કે, ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં આવ્યા 

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતી વખતે મહિલા કાર્યકર બોલ્યા...!

રાજ્યમાં બનેલી દરેક દૂર્ઘટનાઓમાં જેમણે પોતાનું વ્હાલસોયું સ્વજન ગુમાવ્યું છે એ પીડિત પરિવારજનોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસે ગુજરાત ન્યાય યાત્રાની શરુઆત કરી છે... આ ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી હતી.. જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર હતા... આ કાર્યક્રમમાં ભાજપના દિપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા...તેમનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું અને પછી દિપ્તીબેનને માઈક આપવામાં આવ્યું...  



દિપ્તીબેન એવું બોલ્યા કે કોંગ્રેસના નેતાઓ પણ વિચારતા થઈ ગયા..!

સવાલ થાય કે હવે હૈયે હતું અને હોઠે આવી ગયું? આ પારથી પેલે પાર આવ્યા છે... એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે.. દિપ્તીબેન આવું બોલ્યા એટલે કોંગ્રેસના નેતાઓ પણ વિચાર કરતા થઈ ગયા...  અને ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે એવું બોલ્યા એટલે વાયરલ થઈ ગયા... દિપ્તીબેનની આ વાત કેટલી સાચી એ તો બેન જ જાણે... ભાંગરો વાટ્યા બાદ દિપ્તીબેન દ્વિધામાં મુકાયા... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .