ફરી એક વખત કોંગ્રેસમાં દેખાયા મતભેદ, એક નેતાએ કર્યું વાતનું સમર્થન તો બીજા નેતાએ વાતને વખોડી,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:20:02

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.  જે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. 

PM Modi's mother Hiraba Modi to enter 100th year on June 18 - BusinessToday

ભૂપેશ બઘેલે હીરા બા પર થયેલી ટિપ્પણીને વખોડી 

ગુજરાતમાં કોંગ્રસ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસની વિચારધારામાં મતભેદ જોવા મળ્યો છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે પરંતુ આમાં પણ મતભેદ જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વાત કરી છે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.  

CM Bhupesh Baghel : सीएम भूपेश बघेल का करियर, नेट वर्थ, परिवार, राजनीतिक  करियर और योजनाएं | CM Bhupesh Baghel : CM Bhupesh Baghel's Career , Net  worth , family , political Career and schemes

કોંગ્રેસના નેતાઓથી જ કોંગ્રસને થઈ રહ્યું છે નુકશાન 

એવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કોંગ્રેસને માત્ર કોંગ્રેસ જ ખતમ કરી રહી છે. કોંગ્રેસના એક નેતા આ દિશામાં જાય છે તો બીજા નેતા બીજી દિશામાં જાય છે. જેને કારણે કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને કારણે જ કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે