રાજ્યમાં ફરી આસમાની આફત, 24 કલાકમાં 21 તાલુકામાં માવઠું, ખેડૂતોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-12-04 13:02:00

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થયા હતો. હવામાન વિભાગની જાણકારી મુજબ રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમમાં સૌથી વધું વરસાદ બાલાસિનોરમાં નોંધાયો હતો. છૂટાંછવાયાં સ્થળોએ પવન સાથે કમોસમી હળવો વરસાદ થતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. હજી તો થોડા દિવસ પહેલાં જ ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી ત્યાં ફરી એક વાર માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.  21 તાલુકામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. બીજી તરફ ખેતી નિયામકની કચેરી દ્વારા કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


આ તાલુકામાં થયું માવઠું


હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના ગળતેશ્વર અને મહિસાગરના લુણાવાડામાં માં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ, સાબરકાંઠાના વિજયનગર, ખેડાના ઠાસરા, મહિસાગરના કડામામાં અડધા ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે. છૂટા છવાયા વરસાદની વાત કરીએ તો વીરપુર, ખાંભા, કપડવંજ, કાનપુર, સંતરામપુર, કલોલ, માગરોળ (સુરત), માલપુર, ખેડબ્રહ્મા, સાંજેલી, મેઘરજ, ઈડર, ફતેપુરા, મહુધામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગે શું આગાહી કરી હતી?


હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને કહ્યું હતું કે ‘બે દિવસ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સાઉથ અમદાવાદ ડિ​સ્ટ્રિક્ટ, અરવલ્લી, મહિસાગર, અમરેલી, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.’



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે