Breaking News : Loksabha Election પહેલા કોંગ્રેસમાં ભંગાણ, વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-01-19 10:38:23

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મોટા નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. વિધાનસભા અધ્યક્ષને ચી.જે.ચાવડાએ પોતાનું રાજીનામું સોંપ્યું છે.   

વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

એક તરફ એવી અટકળો ચાલી રહી હતી કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સી.જે.ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં ભાજપમાં ફરી એક વખત ભરતી મેળો શરૂ થશે જેમાં પૂર્વ ધારાસભ્યો એક સાથે જોડાઈ શકે છે!    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે