ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 16:35:40

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ફરી એક વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વંથલી નગરપાલિકા ઉપપ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસ દાખલ કરવામાં આવ્યો હતો. આમ થવાથી જૂનાગઢ કોંગ્રેસમાંથી જૂથવાદ બહાર આવ્યો છે.  


કોંગ્રેસને નેતાઓ કહી રહ્યા અલવિદા  

ચૂંટણી નજીક આવતા જ્યાં કોંગ્રેસે એકજૂટ થવાની જરૂર છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આંતરિક વિવાદને કારણે કોંગ્રેસને હમેશાં મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે, ત્યારે આ વખતે પણ આને કારણે કોંગ્રેસને નુક્શાન ખઈ શકે છે.       



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...