દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા, DEOને પૂછપરછ માટે ACB કચેરી લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-03-16 15:29:39

શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. તેમાં પણ ​​​​​​​દાહોદમાં D.E.Oની કચેરી તેના ભ્રષ્ટાચારના કારણે ઘણી બદનામ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો રૂપિયા ચૂકવ્યા વગર થતાં નથી તેવી ફરિયાદો પણ અનેક વખત થઈ છે. આ ફરિયાદોને આધારે આજે તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો.  ACBની ટીમે છટકું ગોઠવીને દાહોદ DEOને રૂ.10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBનીની આ કાર્યવાહી બાદ દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.


DEOને પૂછપરછ માટે લઈ જવાયા


દાહોદ જિલ્લામાં હાલ 10-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ ટાણે જ  ACBના દરોડાના કારણે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ACBની ટીમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ACBની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


સમગ્ર મામલો શું છે?


પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ DEOએ ફરીયાદી પાસે રૂા.10,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની ફરીયાદ ACBમાં કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આ જ રોજ લાંચના છટકાંનુ આયોજન દાહોદ જીલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં કરવામાં આવ્યું હતું.  DEOએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. ACBની ટીમે આરોપી DEOને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે