દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-05-07 19:27:06

રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે રીઢા બની ગયા છે. કર્મચારીઓને સારો પગાર મળતો હોવા છતાં પણ તે લાંચ લેવામાં શરમ અનુભવતા નથી. આ જ કારણે લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ACB ટીમ અવારનવાર લાંચિયા અધિકારીઓને છટકું ગોઠવીને ઝડપી પાડે છે. જેમ કે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં શિક્ષણ જગત સહિત સરકારી મહેકમ આલમમાં ખળભળાટ મચી ગયો છે. 


ACBની ટ્રેપમાં ફસાયા  


દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે.  શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતે તેમણે લાંચ માંગી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ACBના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતા દાહોદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા ACBએ મયુર પારેખને ઝડપી પાડવા માટે જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી, આ ટ્રેપમાં તે આબાદ રીતે સપડાઈ ગયા હતા. 


અગાઉ પણ DEO લાંચ લેતા ઝડપાયા હતા


આ અગાઉ પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેમનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજ રોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACB પોલીસના હાથે ઝડપાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે