Divorce case: પત્નીએ 12 વર્ષ સુધી શારીરિક સંબંધનો વિરોધ કરતા હાઈકોર્ટે પતિ સાથે કર્યો ન્યાય


  • Published By :
  • Published Date : 2024-02-09 21:43:17

લગ્ન જીવન દરમિયાન ક્યારેક એવું બને છે કે હર્યોભર્યો ઘરસંસાર વિખેરાઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં છુટાછેડા માટેનો એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિની પત્ની 10 વર્ષથી વધારે સમયથી પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. પતિની છુટાછેડાની અરજી સ્વિકારતા કોર્ટે અંતે સમગ્ર હકીકત જાણ્યા બાદ પત્નીથી છુટાછેડા લેવાની મંજૂરી આપી હતી. 


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં રહેતા આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ પારિવારિક કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પત્ની પર આધારના આધાર પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, તેની પત્ની સિઝોફ્રેનિયાથી પીડિત હતી અને કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલી હતી. તે પંથની વિચારધારાથી પ્રભાવિત પત્ની બ્રહ્મચર્યનું પાલન કરી રહી હતી. પત્નીએ તેમની સાથે યૌન સંબંધ બાંધવાની ના પાડી રહી હતી. પારિવારિક કોર્ટમાં પતિએ પોતાની અરજીમાં એવું પણ કહ્યું કે તેની પત્નીનું કહેવું છે કે, જો તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ તર્ક આપ્યો કે, લગ્નના સમયે તેને પત્નીની માનસિક સ્થિતિ વિશે ખબર નહોતી. તેનું કહેવું હતું કે, આટલી મોટી સચ્ચાઈથી દૂર રાખવા એ પણ એક પ્રકારની ક્રૂરતા કરવા જેવું છે. જો કે 2018માં કોર્ટે પતિના દાવા ફગાવી દીધા હતા. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્યે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, પત્નીની બીમારી, વૈવાહિક દાયિત્યોથી દૂર રહેવું અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું પુરતું છે કે આ લગ્ન તૂટી ચુક્યા છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આવું કોઈ કારણ નથી કે છુટાછેડા ન આપી શકાય. કોર્ટે પતિને પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા આપવા કહ્યું છે.



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.