દિવાળીનો તહેવાર GSRTCને ફળ્યો, એસ.ટી નિગમે રૂ. 7 કરોડથી વધુની કરી કમાણી


  • Published By :
  • Published Date : 2023-11-16 21:34:12

રાજ્યમાં તહેવારોની સીઝન પુરી થઈ છે, મોટી સંખ્યામાં લોકોએ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા માટે વતન તરફ પ્રયાણ કર્યું હતું. આ તહેવારો ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. રાજ્યમાં સૌ વધુ કમાણી સુરત ડેપોએ કરી હતી.દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ તરફથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સુરત એસટીની તિજોરી છલકાઇ ગઇ હતી.


સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક


દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.  દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી. દિવાળી સમયે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા હોવાથી લોકોએ સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે જેથી એસટી વિભાગને કરોડોની આવક થઇ છે. આ વર્ષે સુરત એસટીના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આવક થઈ છે


ઓનલાઇન બુકિંગ એક લાખને પાર


ગુજરાત એસટી નિગમે રોકડમાં ટિકિટ વેચાણમાં જ નહીં ઓનલાઈન ટીકીટ બુકિંગમાં પણ નવો રેકોર્ડ સર્જ્યો હતો. 7 અને 15 નવેમ્બરે 1 લાખથી વધારે ટિકિટનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં 50 હજારથી 60 હજાર ટિકિટ બુક થતી હોય છે પરંતુ આ બંને દિવસ દરમિયાન ઓનલાઇન બુકિંગનો આંકડો એક લાખથી વધારે પહોંચ્યો હતો. દેશભરના પરિવહન સેવાની બસોમાં પ્રવાસ માટે એક જ દિવસમાં સૌથી વધારે ટિકિટ બુકિંગ બાબતે પણ રેકોર્ડ બન્યો હતો. 7 અને 15 નવેમ્બરના રોજ 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ જ્યારે 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઇ હતી જ્યારે દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા સંચાલનમાં પણ એસટી નિગમને 7 કરોડથી વધુની આવક થઈ હતી.



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.