ST વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યો, સ્પેશિયલ બસને કારણે વિભાગને થઈ કરોડોની બમ્પર આવક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 17:58:26

દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે લોકો પોતાના વતન જતા હોય છે. રોજીરોટી માટે પોતાનું વતન છોડી લોકો શહેરમાં આવી મહેનત કરે છે. તેઓ તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તે માટે દિવાળીના દિવસો દરમિયાન, હોળી,છઠ્ઠના દિવસો દરમિયાન પોતાના ઘરે જતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાના ઘરે જઈ શકે તે માટે વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એસટી બસોની ખાસ વ્યવસ્થા તહેવારને ધ્યાનમાં રાખી કરાઈ હતી. દિવાળી દરમિયાન એસટી વિભાગને સારી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને અંદાજે 3.60 કરોડની કમાણી કરી છે. વધુ મળેલી માહિતી અનુસાર એક્સ્ટ્રા બસને કારણે એસટી વિભાગને 48 કરોડથી વધારેની કમાણી થઈ છે. 

રક્ષાબંધન માટે એસટી વિભાગ 500 થી વધુ બસો દોડાવશે | Sandesh

વડોદરા એસટી વિભાગને થઈ કરોડોની કમાણી! 

તહેવારને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી હતી. 1000થી વધારે બસો મુકવામાં આવી હતી. લોકો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન વડીલો આશીર્વાદ આપતા હોય છે કે આ દિવાળી તમને લાભદાયી નિવડે, પૈસાની સારી કમાણી થાય! ત્યારે દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન દોડાવવામાં આવેલી સ્પેશિયલ બસને લઈ એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. વડોદરા એસટી વિભાગને પણ દિવાળીનો તહેવાર ફળ્યો. 7થી 15 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી વિશેષ બસોને કારણે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને 3 કરોડ જેટલી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે.  

Godhra ST Division started 90 extra buses on Diwali festival | દિવાળીના  તહેવારમાં ગોધરા એસટી વિભાગે 90 વધારાની બસો શરૂ કરી - Divya Bhaskar

દિવાળીના તહેવાર દરમિયાન એસટી વિભાગને થઈ 7 કરોડની કમાણી!

દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી 43 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે