તહેવારોની સીઝનમાં પ્રાઈવેટ લક્ઝરી બસના ભાડામાં ધરખમ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:31:14

દિવાળીમાં બાળકોના સ્કૂલ વેકેશનને પગલે લોકો બહાર ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારે તેમણે બસના વધેલા ભાડાની માહિતી જાણવી ખુબ જરૂરી છે. મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડતા પર પાટું મારતા હોય તેમ પ્રાઈવેટ લક્ઝરી બસના ભાડામાં ધરખમ વધારો કર્યો છે.   


પ્રાઈવેટ લકઝરી બસ માલિકોએ ભાડામાં કર્યો વધારો 


સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવાના અંદાજે વધુ બસો દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે.


નોન AC બસના ભાડામાં કેટલો વધારો થયો?


બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.  સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે