DMK સાંસદના 'ગૌમૂત્ર' રાજ્યોવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, ભાજપ સાથે કોંગ્રેસે પણ સેંથિલ કુમાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-05 22:18:42

આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ - 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ - 2023 રજૂ કર્યા હતા. આ દરમિયાન તમિલનાડુના ધર્મપુરીના ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસ. એ હિન્દી બેલ્ટના રાજ્યોને 'ગૌમૂત્ર' રાજ્યો ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું, કે "આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં જ ચૂંટણી જીતવામાં છે, જેને અમે સામાન્ય રીતે 'ગૌમૂત્ર' રાજ્યો કહીએ છીએ. તમે દક્ષિણ ભારતના રાજ્યોમાં સત્તામાં નથી આવી શક્તા. તેમણે વધુમાં કહ્યું, "તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં શું થયું તે તમે જોયું. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ."


ભાજપે વળતો પ્રહાર કર્યો


આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને સનાતન અને સનાતની પરંપરાનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે દેશ આ પ્રકારનું અપમાન બિલકુલ સહન કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે હવે કદાચ DMK પણ સમજી જશે કે ગૌમૂત્રના ફાયદા શું છે કારણ કે જે કોઈ દેશની આસ્થા સાથે રમત  રમશે, દેશની જનતા એક થઈને તેને જડબાતોડ જવાબ આપશે.


કોંગ્રેસે પણ નિવેદનને વખોડ્યું


આ સિવાય કોંગ્રેસે ડીએમકે સાંસદ  સેંથિલકુમારના નિવેદનને વખોડ્યું હતું, ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ માફીની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા પ્રોમદ ક્રિષ્નમે કહ્યું કે જો ડીએમકેના નેતાઓ આવું જ વર્તન કરવાનું ચાલુ રાખશે અને સનાતન ધર્મ વિરુદ્ધ આવી વાહિયાત વાતો કરતા રહેશે, તો ભાજપનો ઝંડો માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ નહીં પણ સાંઢ રાજ્યોમાં પણ લહેરાતો જોવા મળશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે